Gujarat: ધો.૧૨ સાયન્સ પછીના નીટ આધારીત મેડિકલ અને ડેન્ટલમાં ત્રીજા ઓનલાઈન રાઉન્ડનું સીટ એલોટમેન્ટ કરી દેવાયુ છે અને આ વર્ષે બે રાઉન્ડ પછી પણ ૭૦૦થી વધુ બેઠકો ખાલી હતી. જેથી મેરિટ પણ નીચું જઈ રહ્યુ છે અને ત્રીજા રાઉન્ડમાં નવા ૭૩૧ વિદ્યાર્થીઓ પ્રવેશ અપાયા છે. જ્યારે ૫૪૧ વિદ્યાર્થીઓના પ્રવેશમાં ફેરબદલ થયો છે.

Gujarat: મેડિકલમાં ૩૧૩, ડેન્ટલમાં ૪૧૮ વિદ્યાર્થીને પ્રવેશ : હજુ પણ બેઠકો ખાલી રહેવાની શક્યતા

Gujarat: મેડિકલમાં બે રાઉન્ડ બાદ ૨૨૨ નોન રિપોર્ટેડ બેઠકો હતી અને ૧૬ બેઠકોમાં પ્રવેશ રદ થયો હતો તેમજ એક નવી ખાનગી મેડિકલ કોલેજને મંજૂરી મળતા ૧૦૦ બેઠક વધી હતી. આમ મેડિકલમાં ૩૩૮ બેઠકો ખાલી હતી. જ્યારે ડેન્ટલમાં બીજા રાઉન્ડ બાદ નોન રિપોર્ટિંગને લીધે ધો. ૩૭૪ બેઠકો ખાલી હતી અને ૧૯ બેઠકોમાં પ્રવેશ રદ થતા ખાલી થઈ હતી. આમ ડેન્ટલમાં ૩૯૩ બેઠકો ખાલી હતી.આ ખાલી બેઠકો માટે ત્રીજો રાઉન્ડ કરવામા ગયા આવ્યો હતો. ત્રીજા રાઉન્ડના સીટ એલોટમેન્ટમાં મેડિકલમાં નવા ૩૧૩| વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે જ્યારે ડેન્ટલમાં નવા ૪૧૮ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. કુલ મળીને ૭૩૧ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. જ્યારે અગાઉ પ્રવેશ મળ્યો હોઈ અને ત્રીજા રાઉન્ડમાં કોલેજ બદલાઈ હોય તેવા ૫૪૧ વિદ્યાર્થીઓ છે.

જેમાં મેડિકલમાં ૧૬૮ અને ડેન્ટલમાં ૩૭૩ વિદ્યાર્થીઓ સહિત ૫૪૧ વિદ્યાર્થીઓના પ્રવેશ ફેરબદલ થયા છે.૨૩મી સુધી વિદ્યાર્થીએ રિપોર્ટિંગ કરાવીને પ્રવેશ કન્ફર્મ કરવાનો છે.જ્યારે ૧૨ સાયન્સ પછીના નીટ આધારીત આયુર્વેદ અને હોમિયોપેથીમાં આ વર્ષે પ્રથમવાર થઈ રહેલી અલાયદી ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થઈ છે અને બે રાઉન્ડના અંતે આયુર્વેદમં ૫૯૮ નોન રિપોર્ટેડ તેમજ ૧૮ બેઠકો પ્રવેશ કેન્સલની તથા નવી ૫૦ બેઠકો સાથે ૬૬૬ બેઠકો ખાલી છે અને હોમિયોપેથીમાં ૬૫૫ નોન રિપોર્ટેડ અને ૩૧ પ્રવેશ કેન્સલ સાથે ૬૮૯ બેઠકો ખાલી છે. આમ ૧૩૫૨ બેઠકો માટે ત્રીજો રાઉન્ડ શરૂ કરાયો છે.જેમાં ૨૨મી સુધી ચોઈસ ફિલિંગ થશે.