હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પર આમલીયારા ગામ પાસેથી ટાઇલ્સની આડમાં એક ટેમ્પામાં લઈ જવાતો Liquorનો મોટો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી.

Liquorનો જથ્થો, ટાઈલ્સના બોક્સ મળી કુલ રૂ.૩૩.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા એલસીબીનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે દારુનો જથ્થો ભરીને એક બંધ બોડીનો ટેમ્પો ગોધરાથી વડોદરા તરફ જનાર છે. આ માહિતીના આધારે પોલીસે આમલીયારા ગામ પાસે જીઈબી સ્ટેશન સામે વોચ ગોઠવી હતી. હાલોલ વડોદરા ટોલરોડ ઉપર ગોધરાથી વડોદરા તરફ એક બંધ બોડી ટેમ્પો આવતાં તેને કોર્ડન કરી ઊભો રાખ્યો હતો.

ટેમ્પામાં તપાસ કરતા પ્રથમ સિરામીક ટાઇલ્સના બોક્સ મળ્યા હતાં. પોલીસે વધુ તપાસ કરતાં રૂા.૧૭.૬૦ લાખ કિંમતની ૨૮૧ દારૂની પેટીઓ મળી હતી. પોલીસે ટેમ્પો અને સિરામીક ગ્લેઝડ ટાઇલ્સના બોક્ષ તેમજ દારૂનો જથ્થો મળી કુલ રૂા.૩૩.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુસ્તકીમ કાલુખાન મૈવ (રહે. ડુગેજા, હરિયાણા) તથા અક્રમ જાકીર હુસૈન મેવ (રહે. અલવર રાજસ્થાન) દારૂનો જથ્થા ભરવા માટે બોલાવનાર ફારુક ને ઝડપી પાડી આગળનીતપાસ હાથ ધરી હતી.