દક્ષિણ Gujaratમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. ત્રણ જિલ્લામા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. નવસારીમાં મીની વાવાઝોડું ફૂંકાયું હતું. મેઘરાજા દિવાળી પણ ઉજવવાના મૂડમાં હોય તેમ ચોમાસાની વિદાય બાદ વરસાદને લીધે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.
Gujarat: વરસાદમાં મોટા ઝાપટા ચાલુ રહેતા ખેડૂતોના માથે ચિંતાના વાદળોઃ ડાંગમાં ડાંગરના પાકમાં ચૂસીયા પ્રકારની જીવાત
સુરતમાં બફારો અને ઉકળાટ ઓછો થતો નથી અને રોજ સાંજ વરસાદનું મોટું ઝાપટું પડવાનું ચાલુ છે. જોકે, આજે રાત્રીનું તાપમાના ચાર ડીગ્રી થટીને ૨૪.૬ ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન| ૩૫.૨ ડિગ્રી રહ્યું હતું. દક્ષિમ પશ્વિમ દિશામાંથી પવનો ફુંકાયા હતા. આજે સાંજે ફરી સૂસવાટાભેર ઠંડા પવનો સાથે કેટલાક વિસ્તારમાં મોટા ઝાપટા પડયા હતા. ડાંગના વઘઈમાં બે, આહવા અને સુબિરમાં ૧.૨, સાપુતામાં ૦.૮ ઈંઇ વરસાદને લીધે ડાંગરના પાકને નુક્સાન થયું છે. ડાંગરના પાકમાં ચૂસીયા પ્રકારની ગંદી જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે.
નવસારીમાં શુક્રવારે સાજથી શનિવારે વહેલી સવાર સુધીમાં ગાજવીજ સાથે વરસાદ સાથે મીની વાવાઝોડું ફુંકાયું હતું. નવસારી, જલાલપોર, ગણદેવીના અનેક ગામોમાં વીજળી ડૂલ થઈ હતી.વૃક્ષો તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. નવસારીમાં બે, જલાલપોરમાં એક, ચીખલીમાં અડધો ઇંચ વરસાદથી ખેતીપાકને નુક્સાનની ભીતિ છે.
તાપી જિલ્લામાં તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદથી ડાંગરના પાકની કાપણી વેળા ખેડૂતોને નુકસાન વેઠવું પડયું છે. રાતે સોનગઢમાં બે કલાકમાં અઢીં ઈંચ, વ્યારામાં ૧.૩, વાલોડમાં ૧.૨ અને ડોલવણમાં અડધો ઇંચ વરસાદ ખાબકયો હતો.