Surat: વરાછા ખાતે આજે વિધાનસભા વિપક્ષના નેતાની ઉપસ્થિતિમાં યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં રત્નકલાકારોના દર્દને વાંચા આપીને તેમના માટે વિશેષ પેકેજ લાઇટ બિલમાં રાહત સહિત વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
Surat: વિધાનસભા વિપક્ષ નેતાની ઉપસ્થિતીમાં જનમંચ કાર્યક્રમમાં રત્નકલાકારોએ ભરણપોષણ સહિતની પીડા ઠાલવી
Surat: વરાછા સ્થિત પાલિકાના મલ્ટીલેવલ પાર્કિંગની બાજુમાં આજે કોગ્રેસ દ્વારા યોજાયેલ જનમેંચ કાર્યક્રમમાં ડાયમંડ ઉદ્યોગ અને રત્નકલાકારોને પડી રહેલી મુશ્કેલીઓ વિશે ચર્ચાઓ થઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે રત્નકલાકારો માટે સરકાર પાસેથી વિશેષ પેકેજની માંગણી કરવામાં આવશે. રત્નકલાકારોને આર્થિક સંકડામણથી બહાર કાઢવા સરકારે વિશેષ ધ્યાન આપવુ પડશે. જી- ૭ દ્વારા રશિયન રફમાંથી બનેલ ડાયમંડના ખરીદવાની જાહેરાતને પાછી ખેંચવા માટે સરકાર દ્વારા જી-૭ ને વિનંતી કરવામાં આવે.
કાયમી ધોરણે રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે. રત્નકલાકાર પરિવારને રાહત દરે આરોગ્યની સેવા પુરી પાડવામાં આવે. મેંદીના સમયમાં હીરાની ફેકટરી અથવા હીરાની | ઓફિસ ચલાવનારા લોકોને લાઇટ બિલમાં રાહત આપવામાં આવે.આ કાર્યક્રમ પહેલા વિરોધ પક્ષના નેતા રત્નકલાકારના ઘરની રૂબરૂ મુલાકાત લઈ બનતી મદદ કરવાની ખાત્રી આપી હતી.