લાઠી નજીક ચાવંડ ગામે સાંજે ૪ વાગ્યે ગાજવીજ સાથે ચાલુ થયેલા વરસાદ વચ્ચે અચાનક પ્રચંડ કડાકા સાથે મુખ્ય બજીરમાં આવેલા કનકેશ્વરી temple ઉપર વીજળી ત્રાટકી હતી, પરિણામે કનકેશ્વરી મંદિરનો ઘુમ્મટ તૂટી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

ખેતરોમાં મગફળીનાં પાથરા પલળી જતાં ખેડૂતોમાં ચિંતા

ભીજી તરફ આજે તોફાની વરસાદનાં કારણે ૪ વાગ્યે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જે સાત વાગ્યા સુધી પૂર્વવત નહીં થતાં ગ્રામજનોને હેરાનગતિ ભોગવવી પડી હતી. બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે બે ઇંચ જેવો વરસાદ વરસી જતાં સર્વત્ર પાણી ફરી વળ્યા હતાં. આ ઉપરાંત ખેતરોમાં મગફળી કાઢીને કરેલા પાથરાં પલળી જતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.