ભાજપ શાસિત વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ ૨૦૧૩માં તત્કાલીન ચેરમેન અને બે ડિરેક્ટરોએ APMCના ખોટા રેકર્ડ ઉભો કરી પોતાના સગા-સંબંધીઓને શાકભાજીના ખાનાઓ ફાળવી દિધા હતા. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રારે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે તત્કાલીન ચેરમેન ચેર અને ને બે ડિરેક્ટરો વિરુદ્ધ છેતરપિંડી અને હોદ્દાના દુરુપયોગની ફરિયાદ નોંધાવી હતી.
APMCના ખોટા રેકર્ડ ઊભા કરી વર્ષ ૨૦૧૩માં સગા-સંબંધીઓને શાકભાજીના ખાનાઓ ફાળવ્યા હતા
વઢવાણ APMCમાં તત્કાલીન | ચેરમેન રામજીભાઈ ગોહિલ સહિતનાઓ દ્વારા ઠરાવમાં પાછળથી વધારો કરાવી, એપીએમસીના રેકર્ડ સાથે ચેડા કરી, ખોટા રેકર્ડ ઉભા કરી, તત્કાલીન ડિરેકટર હરજીવનભાઈ કેશુભાઈ પરમારના ભાઈ કાંતિભાઈ કેશુભાઈ દલવાડી અને તત્કાલીન ડિરેકટર રાયમલભાઈ ગોવિંદભાઈ ચાવડાના ભત્રીજા સંજય રણછોડભાઈ ચાવડાને શાકભાજીના ખાનાઓ પૈકી ખાના નં.૨૩ અને ૪૮ ફાળવવામાં આવ્યા હતા.
આ અંગે તપાસના અંતે જિલ્લા રજિસ્ટાર કોમલબેન ચૌધરીએ બી-ડિવિઝન પોલીસ મથકે વઢવાણ એપીએમસીના તત્કાલીન ચેરમેન રામજીભાઈ ગોહિલ (રહે. ખોલડીયાદ, | તા.વઢવાણ), તત્કાલીન ડિરેકટરો રાયમલભાઈ ગોવિંદભાઈ ચાવડા (રહે.દેદાદરા, તા.વઢવાણ) અને હરજીવનભાઈ કેશુભાઈ પરમાર (રહે. વઢવાણ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે | ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.