Malia – મિંયાણાના જૂના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર બે ઇસમોએ હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના રવાપર રોડ એવન્યુ પાર્કમાં રહેતા અલ્કેશભાઈ સવસીભાઈ ડામોર (ઉ.વ.૪૦)એ આરોપીઓ નવાબ ઈશુબ જેડા અને ફૈજાન મુરાદ જામ (રહે. બંને માળિયા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી અલ્પેશભાઈ સહિતની ટીમ ઉપરી અધિકારીની મૌખિક સુચનાથી દ કાનમાં તીજ મીરર લો કે કેમ?

Maliaના જૂના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રાજ્ય સેવક તરીકે વીજચેકિંગ કરતા હતા. ત્યારે રેલ્વે ફાટક અંદર ડાબી બાજુ ઢળિયો ઉતરતા જનરલ સ્ટોર પાસે આવતા આરોપી નવાબ અને ફૈજાન બંનેને દુકાનમાં વીજ વપરાશ માટે મીટર છે કે કેમ? પૂછતાં ઉશ્કેરાઈ ગયા હતા. અને પ્લાસ્ટિક પાઈપ વડે અલ્કેશભાઈને ખંભાના ભાગે અને કાંડાના ભાગે ઘા મારી ઈજા કરી ફરિયાદી અને તેની સાથે રહેલા કર્મચારીને ગાળો આપી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.