આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાતો કરતા જણાવ્યું હતું કે, ભાજપે 2018માં પીએમએલએ અંતર્ગત કાયદો બનાવીને EDને સત્તાઓ આપી અને સરકારો પાડવાનું મોટું ષડયંત્ર ચલાવ્યું. પીએમએલએ કાયદા અંતર્ગત ઇડિ દ્વારા રેડો પડાવીને રાજ્ય સરકાર ઉપર ડકૈતી કરવાનું કામ કર્યું હતું. રેડ પડ્યા બાદ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવતી હતી, ધરપકડ બાદ જો એ નેતા ભાજપમાં સામેલ થઈ જાય તો ઇડી તેને ક્લીન સીટ આપી દે. પરંતુ જો ભાજપમાં સામેલ ન થાય તો તેને જેલમાં ધકેલી દે. અરવિંદ કેજરીવાલજીના સૈનિક સત્યેન્દ્ર જૈનને હું અભિનંદન આપવા માગું છું, જેમણે દિલ્હીમાં સારામાં સારા ક્લિનિક અને સારી સારી હોસ્પિટલ બનાવી. દેશમાં નંબર વન હોસ્પિટલો દિલ્હીમાં બનાવી. સત્યેન્દ્ર જૈનએ બનાવેલા મહોલ્લા ક્લિનિકની ચર્ચાઓ આખી દુનિયામાં થઈ.

આટલું શાનદાર કામ કરનાર સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ધરપકડ કરવામાં આવી, ધરપકડ બાદ તેમને ડરાવવા, ધમકાવવામાં આવ્યા અને ભાજપમાં જોડવાની કોશિશ કરવામાં આવી. સત્યેન્દ્ર જૈન આવી મુશ્કેલીઓ સામે ટકી રહ્યા અને હેમંત બીસવા ન બન્યા, કે અજીત પવાર ન બન્યા. જેના પરિણામે બે અઢી વર્ષ સુધી સત્યેન્દ્ર જૈનને જેલમાં રહેવું પડ્યું. અત્યાર સુધી ઇડી કોઈ પણ સબૂતો આપી ન શકી. આજે સુખદ સમાચાર આવ્યા કે સત્યેન્દ્ર જૈન જમાનત પર બહાર આવ્યા. સવાલ એ છે કે સત્યેન્દ્ર જૈન ભાજપના ષડયંત્રના કારણે દિલ્હીનું કામ ન કરી શક્યા, લોકોની સેવા ન કરી શક્યા અને બે વર્ષ સુધી તેમને જેલમાં રહેવું પડ્યું. આ તમામ બાબતોનું જવાબદાર કોણ? આજે સ્પષ્ટ થઈ ગયું કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કોઈ પણ સબુતો નથી કે તેમને હવે જેલમાં રાખી શકાય. સરકારો પાડવાના ષડયંત્ર વિરુદ્ધ સત્યેન્દ્ર જૈન ના ઝુક્યા, ન ડર્યા અને ટકી રહ્યા અને આખરે તેઓ જમાનત પર બહાર આવ્યા. હું ભાજપને કહેવા માંગીશ કે ઇડી નામના શસ્ત્રને તમે મ્યાનમાં રાખજો કારણ કે સરકાર બદલાયા બાદ કદાચ આ જ ED તમારા વિરુદ્ધ કામ કરી શકે છે.