Navsariના ચીખલી તાલુકાના કાંગવઈ ગામે આયુર્વેદિક દવા કેન્દ્ર ઉપર ગાંધીનગર અને નવસારી ડ્રગ્સ વિભાગે તપાસ આદરતા આયુર્વેદિક અને એલોપેથી દવાનો જથ્થો જપ્ત કરાયો હતો ઝડપાયેલ જથ્થામાંથી સેમ્પલો ચકાસણી માટે મોકલવામાં આવશે.
ગામના આયુર્વેદિક દવા કેન્દ્ર પણ મિશ્રણવાળી દવા બનાવાતી હોવાનથી બાતમીથી ગાંધીનગર-Navsari ડ્રગ્સ વિભાગનો છાપો
Navsari: ચીખલી તાલુકાના કાંગવઈ ગામે | આવેલ આયુર્વેદિક દવા કેન્દ્ર ઉપર આયુર્વેદિક દવાના બદલે એલોપેથી દવાના મિશ્રણ સાથે દવાઓ બનાવવામાં આવતી હોય જે બાબતે ગાંધીનગર અને નવસારી | ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે કાંગવઈ ગામે રહેતા ઈસ્માઈલભાઈ મોલધરીયા અને ઈમરાન મોલધરીયાના મકાનમાં તપાસ કરતાં ડ્રગ્સ વિભાગને ઈમરાન મોલધરીયા ને ત્યાંથી મોટા માત્રામાં | આયુર્વેદિક અને એલોપેથી દવાનો જથ્થો મળી આવતા ડ્રગ્સ વિભાગ દ્વારા શંકાસ્પદ | દવાના સેમ્પલો લઈ તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
કાંગવઈ ગામે ગાંધીનગર અને નવસારી ડ્રગ્સ વિભાગની ટીમ ઉતરી પડતા આમ પ્રજામાં પણ અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા હતા. જોકે મોલધરીયા પરિવારને ત્યાં તપાસમાં ગયેલ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને પાંચેક કલાક સુધી માથાકૂટ કર્યા બાદ તેઓએ પોતાની કામગીરી આરંભી હતી. આ ઉપરાંત જે સ્થળે તપાસ માટે ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ગયા હતા તે મકાનમાં મોટી માત્રામાં કુતરાઓને નિહાળતા ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.