Jamnagar મહાનગરપાલિકાની ટીપીઓ શાખા દ્વારા ગેરકાયદે બાંધકામો અંગેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને ટાઉનહોલ સર્કલ નજીકની સાત દુકાનોને સીલ કરી દેવાતા દોડધામ થઈ છે. નવા બંધાતા કોમ્પ્લેક્સમાં નિયત મંજૂરીની વિરૂધ્ધમાં બાંધકામ કરીને સાત દૂકાનો ઉભી કરાઈ હોવાથી કડક પગલાં જામનગરમાં ટાઉનહોલ સર્કલ નજીક એક નવું કોમ્પ્લેક્સ બંધાઈ રહ્યું છે, જેમાં નિયત મંજૂરી ની વિરુદ્ધમાં બાંધકામ કરીને સાત દુકાનો ઊભ કરવામાં આવી હોવાનું Jamnagar મહાનગરપાલિકાની ટીપીઓ શાખા ને ધ્યાનમાં આવ્યું હતું.

મહાપાલિકાની ટીપીઓ શાખા દ્વારા કાર્યવાહી

જેથી આજે સવારે ટીપીઓ શાખા ની એક ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, અને એકીસાથે સાત દુકાનોને જામ્યુકોના સીલ લગાવી દેવામાં આવ્યા છે. જેથી બાંધકામ કરનારાઓમાં ભારે દોડધામ થઈ છે.