Gondal તાલુકાનાં નેશનલ હાઈવે પર આવેલા ભુણાવા ભુણાવા ગામનાં ઈન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં આવેલા બંધ પ્લાસ્ટિકના કારખાના પર દરોડો પાડી રૂ રૂરલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડી બે શખ્સોની શોધખોળકરી હતી.

Gondal:વિદેશી દારૂનો જથ્થો રાખનારા બે શખ્સોને શોધી કાઢવા પોલીસનાં ચક્રો ગતિમાન

પ્રાપ્ત વિગત મુજબ આજે પેટ્રોલીંગ, દરમિયાન પોલીસે ભુણાવાનાં ઉમીયા ઈન્ડસ્ટ્રીઅલ ઝોનમાં આવેલા પ્લાસ્ટિકનાં બંધ કારખાનામાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૪૧૨ બોટલ કિંમત રૂા ૧૨,૫૨,૮૭૨ તથા રૂા. પાંચ લાખની કિંમતનું બેલેરો પીકઅપ વાહન મળી કુલ રૂા ૧૭,૫૨,૮૭૨ નો મુદામાલ કબ્જે કરી કારખાનામાં વિદેશી દારૂનો જથ્થો રાખનાર ભુણાવાનાં ભુપેનસિંહ ઉર્ફે ભુ પી ગજેન્દ્રસિંહ જાડેજા તથા ગોંડલનાં મહાકાળીનગરમાંરહેતા કૌશિક ઉર્ફે કવો યોગેશભાઈ અગ્રાવતની શોધખોળ શરૂ કરી છે.