અમદાવાદ, રાજયમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા અને લેવાયેલ પરીક્ષા તેમ જ પરિણામના વિવાદમાં ૧૦૦થી વધુ ઉમેદવારો દ્વારા ગુજરાત High Court સમક્ષ કરાયેલી રિટ અરજીમાં હાઇકોર્ટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને નોટિસ જારી કરી સમગ્ર મામલે વિગતવાર ખુલાસો માંગ્યો છે.
ખાનગી એજન્સી મારફતે લેવાયેલી પરીક્ષા અને જાહેર થયેલા પરિણામમાં ગંભીર ક્ષતિઓ મામલે રિટ અરજી
High Court એવી પણ ચીમકી આપી હતી કે, જો ગૌણ સેવા પસંદગી મંડળનો ખુલાસો યોગ્ય અને સંતોષજનક નહી | હોય તો અદાલત તેની ગંભીર નોંધ લેશે. ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી વિવાદમાં ૧૦૦થી વધુ ઉમેદવારો દ્વારા કરાયેલી રિટ અરજીમાં એવી રજૂઆત કરાઈ હતી કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ | દ્વારા રાજયભરમાં ૮૧૩ ફોરેસ્ટ બીટ | ગાર્ડ માટેની ભરતીની જાહેરાત આપવામાં | આવી હતી અને તે માટે આશરે સાડા સાત લાખ અરજીઓ આવી હતી. આ અંગેની પરીક્ષા જાહેરાતમાં જણાવ્યા | મુજબ, ઓએમઆર(ઓપ્ટીકલ માર્ક રીડીંગ) ઓફલાઈન પધ્ધતિથી લેવાની હતી પરંતુ તેના બદલે કોમ્પ્યુટર બેઝડ સીબીઆરટી પધ્ધતિથી લેવામાં આવી હતી. વળી, એકસાથે લેવાના બદલે જુદા જુદા ૪૮ સેશનમાં પરીક્ષા લેવાઇ હતી.
સૌથી ગંભીર વાત તો એ છે કે, આ પરીક્ષા ખુદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લેવાની હોય અને તેની જવાબદારી છે પરંતુ તેના બદલે તેણે આ પરીક્ષાનું કામ એક ખાનગી એજન્સીને સોંપી દીધુ હતું. જેના કારણે ૪૮ અલગ અલગ સેશનમાં લેવાયેલી પરીક્ષામાં કેટલાક પેપર અથરા તો કેટલાક સરળ પૂછાયા હતા.