Suratમાં ચંદની પડવાની ઉજવણી પહેલા ધારી બનાવાવનું અને વેંચાણ શરૂ થઈ ગયું છે. . ઘારીની ગુણવત્તા ચકાસવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે.
Surat: સહકારી મંડળીઓમાંથી પણ નમૂના લેવાયાઃ બે દિવસ બાદ ચંદી પડવા નિમિત્તે અંદાજે દસેક કરોડની ઘારી વેચાશે
ચંદની પડવા ના દિવસે Suratમાં કરોડો રૂપિયાની ધારી નું વેચાણ થાય છે. ઘણી જગ્યાએ ઘારીમાં ભેળસેળ હોવા ઉપરાંત અખાદ્ય પદાર્થનો ઉપયોગ થયો હોવાની ફરિયાદ થઈ રહી છે. આવા સમયે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ગઈકાલે શહેરમાં માવાનું વિતરણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડીને સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા હતા. ત્યાર બાદ આજે બીજા દિવસે પાલિકાના આરોગ્ય વિભાગે સવારથી જ આરોગ્ય વિભાગની અલગ – અલગ | વિસ્તારોમાં માવા અને ઘારીનાં સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટીમે શહેરમાં મીઠાઈનું વેચાણ કરતી ૧૨ દુકાનો પરથી ૨૬ સેમ્પલ લઈને તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જે નમૂના લેબોરેટરી માં તપાસ માટે મોકલી આપવામા આવ્યા છે.
આ બાર વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવાયા
૧. સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.સુમુલ ડેરી. સુમુલ ડેરી રોડ
૨. વિજય ડેરી પ્રોડકટ, રામશા ટાવર, અડાજણ પાટિયા, અડાજણ
૩. મે. ઠક્કર મોતી હરજી મીઠાઈવાલા ખાંડવાલા ની શેરી, વાડી ફળિયા
૪. ન્યુ રમેશ ની મીઠાઈ ભટાર ચાર રસ્તા
५. નિપુન ધનસુખલાલ, , અંબાજી રોડ
૬. ચોયાસી તાલુકો દુધ વેચાણ કરનારી સહકારી મંડળી લિમિટેડ અંબાજી રોડ,
૭. પીયુષભાઈ સી બારડોલીવાલા રાણી તળાવ મેઈન રોડ, ભાગળ
૮. શાહ જમનાદાસ સી.ઘારીવાલા ચૌટા બજાર
૯. ૨૪ કેરેટ મિઠાઈ મેજિક, ચૌટા બજાર
૧૦. રમેશ ની મિઠાઈઓ ઝાંપા બજાર મેઈન રોડ
૧૧. બાબુભાઈ સ્વિટ સિલેક્શન ભાગળ
૧૨. શાંતાબેન ઠાકોરભાઈ ફલવાળા (ઠાકોર ની મીઠાઈ) ભાજી વાળા પોળ ભાગળ