Balachdi સૈનિક શાળાનો ૬૩મો વા ષક દિવસ ઉજવાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. બાદમાં શાળાનો વા પક અહેવાલ રજૂ કયી હતો જેમાં અગ્રણી સિદ્ધિઓ અને સંરક્ષણ દળોમાં પ્રવેશ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના મિશન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

Balachdi: વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના, ગરબા, ફ્યૂઝન ડાન્સ, દેશભક્તિ ગીત અને ડાન્સ, વક્તવ્યો રજૂ કરાયા, તેજસ્વી છાત્રોનું બહુમાન

વાર્ષિક અહેવાલની રજૂઆત બાદ, બાલાચડીયન દ્વારા મંત્રમુગ્ધ કરી દેનારી વિવિધતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કેડેટ્સે ગણેશ વંદના, ફ્યુઝન ડાન્સ, ગરબા, માતાના અપ્રતિમ પ્રેમ અને બલિદાનને ઉજાગર કરતી અંગ્રેજી સ્કીટ, સ્વાતંર્ત્ય સેનાની ઉધમ સિંહ પર આધારિત । હિન્દી સ્કીટ અને ‘જય હો’ સંગીત રબાલનિકેતનના વિદ્યાર્થીઓ દેશભક્તિ નૃત્યના રૂપમાં તેમના અસાધારણ પ્રદર્શનથી શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. મુખ્ય અતિથિએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કેડેટ્સને ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.