Morbi: ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પુરતી છે. દારૂબંધી વચ્ચે દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે.જે દુષણ ઓછું હોય તેમ હવે દારૂ ઉપરાંત ગાંજા અને ડ્રગ્સનું વેચાણ પણ બેફામ વધી રહ્યું છે. હળવદ તાલુકાના રાયધ્રા ગામેથી એસઓજી ટીમે પોશ ડોડાના ૧૧ કિલો ૩૨૮ ગ્રામ જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે.

Morbi: પોશ ડોડાનો જથ્થો રાખી ખાનગીમાં વેચાણ કરતો હતો

એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાયધ્રા ગામે ઝાંપા પાસે આવેલ ગાત્રાળ માતાજીના મઢથી દક્ષીણે આવેલ નાની ડેલીવાળા મકાનમાં| આરોપી મૈયાભાઈ ઉર્ફે પટેલ ગાંડુભાઈ પરસાડીયા નામનો શખ્સ પોશ ડોડાનો જથ્થો રાખી ખાનગીમાં વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં આરોપીના મકાનમાંથી કાના વનસ્પતિ જન્ય માદક પદાર્થ પોશડોડાનો રૂ૩૩,૯૮૪ની કિંમતનો ૧૧ કિલો ૩૨૮ ગ્રામ જથ્થો તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.