Suratના અઠવાલાઈન્સ સ્થિત જૂના પોલીસ હેડકવાર્ટર ખાતે આગામી દોઢથી બે વર્ષમાં રૂ.૩૮ કરોડના ખર્ચે બનનારી બેઝમેન્ટ, પા કગ સહિત ૧૨ માળની પોલીસ કમિશ્નર કચેરી-૨ નું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું.
Surat: ૧૨ માળની પોલીસ કમિશ્નર કચેરી-૨ માં ટ્રાફિક, સાયબર, ઈકો સેલ, મહિલા પોલીસ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની કચેરીઓ
Suratના અઠવાલાઈન્સ સ્થિત જુના પોલીસ હેડક્વાર્ટર ખાતે આગામી દોઢથી બે વર્ષમાં રૂ.૩૮ કરોડના ખર્ચે બનનારી બેઝમેન્ટ, પાર્કિંગ સહિત ૧૨ માળની પોલીસ કમિશ્નર કચેરી-૨ નું ઈ-ખાતમુહૂર્ત આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર કચેરી-૨ ની બિલ્ડીંગ અત્યાધુનિક સુવિધાથી સજ્જ હશે. તેમાં સોલાર સિસ્ટમ લગાવીને વીજળીની બચત કરવાની સાથે પાર્કિંગ માટે બૂમ બેરીયર પણ લગાવવામાં આવશે. આ અંગે માહિતી આપતા પોલીસ કમિશ્નર ગહલૌતે જણાવ્યું હતું કે પોલીસ કમિશ્નર કચેરી-ર માં ટ્રાફિક, સાયબર, ઈકો સેલ, મહિલા પોલીસ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની કચેરીઓ કાર્યરત કરાશે. ત્યાં ઉચ્ચ અધિકારીઓની સાથે સ્ટાફની ઓફિસ હશે.
આગામી દોઢથી બે વર્ષમાં બનનારી પોલીસ કમિશ્નર કચેરી-૨ માં મુલાકાતીઓ માટે પણ વિવિધ સુવિધાઓ હશે. હાલ મુલાકાતીઓને પોલીસ કમિશ્નર કચેરીમાં જે તકલીફો પડે છે તે દૂર થશે. અહીં ઓડીટોરીયમ અને કૌન્સફરન્સ હોલ પણ બનાવવામાં આવશે.