Gujrat: એક તરફ, ડીજીટલાઈઝેશનના નામે ડીંગો હાંકવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ, વિદ્યાર્થીઓ, કાર્ડધારકોથી માંડીને આમજનતા સરકારની ડીજીટલ સુવિધાનો લાભ મેળવી શકતી નથી. સરકારના વિવિધ વિભાગોમાં સર્વર ખોટકાતાં લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં છે. નાગરિકોને અટકાવવુ- લટકાવવુ એ ભાજપ સરકારની નીતિ છતી થઇ છે.
Gujrat: સરકારી વિભાગોમાં ડિજિટલાઈઝેશનનાં નામે કરોડોનો ધુમાડો છતાંય સુવિધાના નામે મીંડું
ડીજીટલ Gujratની મોટી મોટી વાતો | કરતી ભાજપ સરકારમાં નાગરીકોને પણ અટકાવવું-લટકાવવું એનીતિને લીધે પરિવારો મળવા પાત્ર લાભોથી વંચિત રહે જીકાસ છે. ડીજીટલ ગુજરાતમાં ‘સર્વર હાલતા- ચાલતા ડાઉન થઇ જાય છે. ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ માટેના પોર્ટલમાં ઈ- કેવાયસીના નામે ગુજરાતના લાખો વિધાથીઓને સ્કોલરશીપ વંચિત રહેવું પડે તેવી પરીસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રથમ સત્ર પૂરું થવા આવ્યું છતાં ૩૦ ટકા વિધાથીઓ જ ઈ-કેવાયસી કરી શકાય છે. કરવા ૭૦ ટકા વાલી-વિધાથીઓ હજુ પણ આટાંફેરા મારી રહ્યા છે. સર્વર ડાઉન થતાં ૩૦થી ૩૫ ટકા પરિવારો મળવા પાત્ર અન્નથી વંચિત રહેવુ પડે છે. સોફ્ટવેરના | ખેલમાં સસ્તા અનાજના દુકાનધારકો, સરકારના મળતિયા-અનાજ માફિયાઓ કરોડો રૂપિયાનું અનાજ જથ્થો ઘઉં, અને ચોખા, ખાંડ તુવેર દાળ સહીતને સગેવગે કરીને લાખો ગરીબોના મોં માંથી કોળિયો| છીનવી રહ્યા છે.
સર્વર ખોટકાતાં ખેડૂતો મળવા પાત્ર લાભો, ચોક્કસ મુદતમાં યોજનાની અરજી કરી શકતાં નથી. કોલેજ અને યુનિવસીટીમાં વિધાથીઓના પ્રવેશ માટેનું પોર્ટલ બંધ થઇ જતાં વિધાથીઓને સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાંથી ઓછી ફીમાં પ્રવેશથી વંચિત રહેવું પડ્યું છે. લર્નિંગ લાયસન્સ, એપોઈન્ટમેન્ટ, ડ્રાઈવીંગ ટેસ્ટ એપોઈન્ટમેન્ટ માટે આરટીઓનું સર્વર વારંવાર ખોટકાઈ જવાથી લોકો હાલાકી ભોગવે છે. પીએમજીવાય અંતર્ગત આરોગ્ય સેવાના લાભ લેવા માટે અરજી સમયે પણ પોર્ટલ વારંવાર ખોટકાઈ જવાથી દદીના પરિવારજનોને મુશ્કેલીમાં મુકાતા હોય છે. સમસ્યા જીએમડીસી, જીઆઈડીસી, જીઈબી પ્રવાસન વિકાસધામ, સમાજ કલ્યાણ વિભાગ, પંચાયત, ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, મમ્હેસુલ, કૃષિ વિભાગ અને વન પર્યાવરણ વિભાગ સહિતના મહત્વના વિભાગોમાં દર વર્ષે ડીજીટલાઈઝેશનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પણ તે નાણાનો ક્યાં ઉપયોગ થાય છે તે તપાસનો વિષય છે.