Ahmedabad: પશ્ચિમર રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ ફેસ્ટિવલને જોતાં, યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે પ્રમાણે છે :-
ટ્રેન નંબર 09411/09412 અમદાવાદ-ગ્વાલિયર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 19, 26 ઓક્ટોબર અને 02 નવેમ્બર 2024 (શનિવાર) ના રોજ અમદાવાદથી 20.25 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 13.00 કલાકે ગ્વાલિયર પહોંચશે. આ પ્રમાણે ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 20, 27 ઓક્ટોબર અને 03 નવેમ્બર 2024 (રવિવાર) ના રોજ ગ્વાલિયરથી 16.30 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 09.05 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, ગુના અને શિવપુરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ રહેશે.
ટ્રેન નંબર 09411 નું બુકિંગ 16 ઓક્ટોબર, 2024 થી યાત્રી રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.