Surat: અમરોલીમાં દેવું થઈ જતાં ૨૧૦ કિલોના યુવાનને આત્મહત્યાનો પ્રયાસ યાસ કર્યો કર્યો હતો. જોકે તેને ચોથા માળે દાદર પરથી સ્ટ્રેચરમાં ફાયરના ૭ જવાનોએ પોલીસે મળીને મહામુસીબતે ઉચકીને નીચે એમ્બ્યુલન્સ સુધી લઈ જતા સારવાર માટે ખસેડાયો હતો.
Surat: અમરોલીના કલ્પેશ ભટ્ટર્ને દાદર પરથી ફાયરના ૭ લાશ્કરો પોલીસ સાથે મળી ઉંચકીને નીચે ઉતારી એમ્બ્યુલ્સ સુધી લઈ ગયા
ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત | સહિતના લોકો તેને ચોથા માળે દાદર પરથી મુજબ અમરોલી મિલેનીયમ પાર્ક ખાતે ચોથા માળે રહેતો ૪૩ વર્ષનો કલ્પેશ ચંદુભાઈ ભટ્ટ દેવું થઈ જતા માનસિક તાણ અનુભવતો હતો. જેથી આજે બાપોરે તેણે ઘરમાં બંને હાથની નસ કાપી નાખતા લોહી નીકવા લાગ્યુ હતું. જેથી તેના પરિવાર સહિતના લોકોને જાણ થતા ગભરાઇ જતા તરત ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી ગઇ હતી. પણ નવાઈની વાત એ છે કે,આત્મહત્યાનો પ્રયાસ કનાર કલ્પેશનું વજનઅંદાજીત ૨૧૦ કિલો હોવાથી પરિવારજનો ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઇ જઇ શકયતા ન હોવાથી ટેન્શનમાં આવી ગયા હતા. આ |અંગે પોલીસ અને ફાયર બિગ્રેડને જાણ થતા તરત ઘટના સ્થળે ધસી આવ્યા હતા. બાદમાં ૭ ફાયર લાશ્કરો, પોલીસ જવાનો અને સ્થાનિક લોકોએ મળીને તેને સ્ટ્રેચરમાં બેસાડીને ચોથા માળે મહામુસીબતે દાદર પરથી ઉંચકીને નીચે એમ્બ્યુલન્સ સુધી લઇ ગયા હતા. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હોવાનું ફાયર ઓફિસરે કહ્યું હતું.