ઉપલેટાના કોલકી ગામે રહેતા યુવાનને snakes સાથે રમત કરવી ભારે પડી હતી. અને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અનુભવ ન હોવા છતાં સર્પ પકડી અને ગળામાં લટકાવી રમત કરતા સર્વેદંશ દેતા ઝેરી અસરથી મોત થયું હતું.
ગળામાં snakes નાખી વીડિયો ઉતારી વાયરલ કર્યાની ગણતરીની મિનિટમાં સર્પે દંશ દેતા જીવ ગયો
બનાવની વિગત મુજબ ઉપલેટાના કોલકી ગામે રહેતા પ્રકાશભાઈ કાન્તીભાઈ કનેરીયા (ઉ.વ.૪૪)ને સર્પ પકડવાનો કોઈ અનુભવ ન હોવા છતાં રાત્રે ગૌ શાળા પ્લોટ વિસ્તારમાંથી સર્પ નીકળતા તે સાપને પકડી લીધો હતો. અને મસ્તીમસ્તીમાં સાપને ગળામાં તથા ખભે લટકાવી અને ડાન્સ કરી તેનો વિડીયો ઉતારી સોશ્યલ મિડીયામાં વાયરલ કર્યો હતો. પરંતુ ત્યારે તેમને ખબર નહોતી કે આ તેમનો અંતિમ વિડીયો બની રહેશે. વિડીયો ઉતાર્યાની ગણતરીની મિનિટમાં જ તેમને સાપેદંશ દેતા ઝેરી અસર થતા મોત નિપજ્યું હતું. બનાવના પગલે કોલકી ગામે અરેરાટી વ્યાપી ગઈ છે.