ઉજ્જૈન મહાકાલ મંદિર દર્શન મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈનનું સૌથી મુખ્ય તીર્થધામ છે. મહાકાલને ઉજ્જૈનના રાજા કહેવાય છે.
ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં મહાકાલ મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. મહાકાલ મંદિરમાં સવારમાં થતી ભસ્મ આરતી જોવી એક લાહવો છે.
ઉજ્જૈન દર્શન ઉજ્જૈનમાં મંદિરોની નગરી છે. મહાકાલ મંદિર, મહાકાલ લોક ઉપરાંત હરસિદ્ધી માતા શક્તિપીઠ, કાલભૈરવ મંદિર, મંગળનાથ મંદિર, સાંદિપની આશ્રમ, ગણેશ મંદિર, ક્ષિપા નદીની સંધ્યા આરતી વગેરે દર્શનિય છે.
ઓમકારેશ્વર મંદિર ઓમકારેશ્વર મંદિર ઉજ્જૈનથી 140 કિમી દૂર આવેલું છે. નર્મદા અને કાવેરી નદીના ત્રિવેણી સંગમ પર વિંધ્યાચલ પર્વત પર સ્થિત ઓમકારેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગમાં સ્થાન ધરાવે છે. અહીં નર્મદા નદીમાં સ્નાન કર્યા બાદ ભક્તો ઓમકારેશ્વર મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.