નવરાત્રી તારીખ અને ઘટ સ્થાપના શુભ મુહૂર્ત  

શારદીય નવરાત્રી 2024 નવરાત્રીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. નવરાત્રીમાં માતાજીની પૂજા અર્ચના અને ઉપવાસ કરવામાં આવે છે.  

આસો નવરાત્રી 2024 આડે થોડાક દિવસ બાકી છે. આસો નવરાત્રીમાં ગરબા કરવા ખેલૈયાઓ થનગની રહ્યા છે. ચાલો જાણીયે આસો નવરાત્રી ક્યારે શરૂ થાય છે.  

આસો નવરાત્રી 2024 આસો નવરાત્રી આસો સુદ 1 તિથિથી શરૂ થાય છે. આસુ સુદ નોમ નવરાત્રીનો છેલ્લો દિવસ હોય છે. દશેરા પર રાવણ દહન સાથે નવરાત્રી સમાપ્ત થાય છે. આસો નવરાત્રી શરદ ઋતુમાં આવે છે, આથી તેને શારદીય નવરાત્રી પણ કહેવાય છે.  

આસો નવરાત્રી 2024 તારીખ આ વર્ષે આસો નવરાત્રી 3 ઓક્ટોબર 2024થી શરૂ થાય છે અને 12 સપ્ટેમ્બર સમાપ્ત થશે. પંચાગ મુજબ આસો નવરાત્રી સુદ એકમ તિથિ 3 ઓક્ટોબર 2024ના રોજ સવારે 12.19 વાગેથી શરૂ થાય છે 

 જે 4 ઓક્ટોબર સવારે 2.58 મિનિટ સમાપ્ત થશે. આથી ઉદય તિથિ મુજબ નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થશે.

નવરાત્રી 2024 ઘટ સ્થાપના નવરાત્રીમાં માતાજીની પૂજા અર્ચના માટે ઘટ સ્થાપન કરવામાં આવે છે. ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત 3 ઓક્ટોબર સવારે 6.19 વાગેથી 7.23 વાગે સુધી છે.