Gujarat: નવરાત્રિ દરમિયાન ગરબાના સ્થળે યુવતીઓ સાથે છેડતીની ૧૯ જેટલી ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદ મળતાં ‘શી’ ટીમે સ્થળ પર જઈને યુવતીઓનું રેસ્ક્યુ કરવા ઉપરાંત આ લુખ્ખા તત્વોને મેથીપાક ચખાડયો હતો. અમદાવાદમાં સૌથી વધુ ૨૩ સહિત કુલ બાવન યુવતીઓને હેલ્પલાઇનની મદદ લેવી પડી

Gujaratમાં આ વખતે યુવતી- | મહિલાઓ લુખ્ખા તત્વોના ભય વિના ગરબા રમી શકે તેવું ‘જડબેસલાક’ આયોજન કર્યાના ગૃહ વિભાગ-પોલીસ ખાતાના દાવા છતાં આ વખતે નવરાત્રિમાં જ બળાત્કારની ૩ જેટલી ઘટના સામે આવી હતી. મહિલાઓની સુરક્ષા માટેની હેલ્પલાઈ ‘૧૮૧’ ને ગરબા સ્થળેથી લુખ્ખા તત્વોની છેડતીના કુલ ૧૬ કોલ્સ મળ્યા હતા.

જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૫, સુરત- ભાવનગરમાંથી ૨ જ્યારે અમરેલી- આણંદ-દાહોદ-ગાંધીનગર-જામનગર- કચ્છ-રાજકોટમાંથી ૧-૧ કોલ્સનો સમાવેશ થાય છે. આ સિવાય ગરબા સ્થળેથી ૧૩ યુવતીઓએ હેરાનગતી- અપશબ્દો માટે ૧૫ યુવતીઓએ તણાવના પગલે હેલ્પલાઈનની મદદ લીધી હતી. અમદાવાદમાંથી ૨ જ્યારે બોટાદ-સુરતમાંથી ૧-૧ યુવતીને મોડી રાતે ઘરે જવામાં મહિલા પોલીસની મદદ લેવી પડી હતી. અમદાવાદના ગરબા સ્થળેથી હેરાનગતીના ૫, ઘરે જવા માટે મદદ માગવાના ૨, છેડતીના ૫, તણાવ સંબધી ૮, સામાન્ય માહિતી મેળવવા ૩ એમ સૌથી વધુ ૨૩ કોલ્સ મળ્યા હતા.