Vadodara: મધ્ય ગુજરાત વીજ કંપની શહેરના વિવિધ વિસ્તારમાં તા.૧૫ થી તા.૧૯ સુધી વિવિધ રીપેરીંગ માટે સવારે ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી ચાર કલાક માટે વીજ પુરવઠો બંધ રાખશે. મેન્ટેનન્સને લીધે સવારે ૭ થી ૧૧ સુધી ચાર કલાક વીજળી નહીં મળે તા.૧૫મીએ અકોટા સબ ડિવિઝન | દુર્ગાનગર ફીડર, ગોત્રી સબ ડિવિઝન, સરસ્વતી ફીડર વિસ્તારની આંગન સોસાયટી, સેવાશ્રય સોસાયટીની આજુબાજુનો વિસ્તાર, ફતેગંજ સબ ડિવિઝન આનંદ નગર ફીડર અને ગોત્રી સબ ડિવિઝન વહાણવટી ફીડર આસપાસના વિસ્તારમાં આગામી તા.૧૫મીએ સવારે ૭ વાગ્યાથી સવારે ૧૧ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

તા.૧૬મીએ વાસણા સબ ડિવિઝન, રાધેશ્યામ ફીડર, સમા સબ ડિવિઝન અને મોડર્ન ફીડર આસપાસના વિસ્તારમાં પણ સવારે ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તા. ૧૭મીએ ગોરવા સબ ડિવિઝન અને સહયોગ ફીડર વિસ્તાર, અકોટા સબ ડિવિઝન, પિશાભાઈ પાર્ક ફીડર આસપાસના વિસ્તારમાં પણ આજ સમયે વીજ પુરવઠો બંધ રહેશે. ફતેગંજ સબ ડિવિઝન હાર્મની ફીડર આસપાસનો વિસ્તાર, સમા સબ ડિવિઝન, પીલોલ ફીડર આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો તા. ૧૮મીએ બંધ રહેશે. અકોટા સબ ડિવિઝન, સ્વાગત ફીડર આસપાસનો વિસ્તાર, ગોત્રી સબ ડિવિઝન, રાજેશ ટાવર ફીડર આસપાસનો વિસ્તાર, લક્ષ્મીપુરા સબ ડિવિઝનલ, આર્કસ ફીડર આસપાસના વિસ્તારમાં પણ વીજ પુરવઠો આપી શકાશે નહીં, તેમ મધ્ય ગુજરાત વીજ કંપનીના વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવાયું છે.