Ratan Tata: રતન ટાટા પર ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શનિવારે એક્સ પરની એક પોસ્ટમાં નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખાસ સંદેશ લખીને કહ્યું કે, રતન ટાટાએ ઈઝરાયેલ અને ભારત વચ્ચેના સંબંધોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

રતન ટાટા પર ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

શનિવારે એક્સ પરની એક પોસ્ટમાં નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખાસ સંદેશ લખીને કહ્યું કે, રતન ટાટાએ ઈઝરાયેલ અને ભારત વચ્ચેના સંબંધોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ ટાટાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઉદ્યોગપતિના કાયમી વારસાની પ્રશંસા કરી. રતન ટાટાનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 9 ઓક્ટોબરે 86 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.

રતન ટાટાને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે 28 ડિસેમ્બર 1937ના રોજ મુંબઈમાં જન્મેલા ટાટા માત્ર તેમની બિઝનેસ કુશળતા માટે જ નહીં પરંતુ તેમના પરોપકારી કાર્યો માટે પણ જાણીતા હતા. ટાટા સન્સના ચેરમેન તરીકે, તેમણે જગુઆર લેન્ડ રોવર અને ટેટલી જેવી મોટી કંપનીઓ હસ્તગત કરીને ટાટા જૂથને વૈશ્વિક મંચ પર લાવ્યા. તેમને 2008માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

ઘણા વૈશ્વિક નેતાઓએ શોક વ્યક્ત કર્યો

ઘણા અન્ય વૈશ્વિક નેતાઓએ પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને ટાટાને ‘અદ્ભુત વ્યક્તિ’ અને ‘તેજસ્વી ઉદ્યોગસાહસિક’ ગણાવ્યા. એકરમેન 15 વર્ષ પહેલા ટાટાને મળ્યા હતા અને ટાટાના નિધનને ભારત માટે મોટી ખોટ ગણાવી હતી.

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને પણ શોક વ્યક્ત કરતા કહ્યું કે ટાટાના નેતૃત્વમાં ભારત અને ફ્રાંસ બંનેમાં ઉદ્યોગો ખૂબ આગળ વધ્યા છે. મેક્રોને ટાટાની “માનવતાવાદી દ્રષ્ટિ” અને સામાજિક સુધારણા માટે તેમની આજીવન પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.