Surat, માતાજીના આરાધના નાં પર્વ નવરાત્રીમાં આદ્યશક્તિ ની પૂજા અર્ચના ખુબજ ભક્તિભાવપૂર્વક લોકો કરે છે.નવરાત્રી પર્વ દરમિયાન પૌરાણીક એવા જુના અંબાજી મંદિરમાં વર્ષોથી દર નવરાત્રીમાં નીકળતી ભવ્ય રથયાત્રાની શુભ ઘડી આવતા જ ભક્તો એ તૈયારીઓ કરી છે. હવે ખુબજ નજીક આવી ગઈ છે.રવીવારે ગોપિપુરા ખાતેથી નિકળનારા ચાંદીના રથમાં સવાર થઈને માતા નગરચર્યા ઉપર નિકળે છે અને ભક્તોને દર્શન આપે છે.

Surat: જુના અંબાજી મંદિરથી પરિસર ખાતેથી ચાંદીનાં રથમાં નીકળનાર યાત્રાનુ વિશેષ મહત્વ

રવિવારે Surat શહેરના ગોપિપુરા વિસ્તારમાં | આવેલા જુના અંબાજી મંદિરની રથ યાત્રાનુ | આયોજન કરવામાં આવ્યુ છે. મંદિરના મહંત કિરણભાઈએ રથયાત્રા વિશે કહ્યું કે, ગોપીપુરા જુના અંબાજી મંદિરથી વષર્ષોથી નિકળનારી રથ યાત્રાનુ વિશેષ મહત્વ હોય | છે. જગત જનની માં અંબાને ચાંદીના ભવ્ય રથમાં બિરાજમાન થશે. સાથે સાથે અન્ય રથમાં આશાપુરા માતા, મહાલક્ષ્મી માતા અને માં અન્નપુર્ણાને સવાર કરવામાં આવશે.

આ ભવ્ય રથયાત્રા બપોરે ૧થ૦૦ કલાકે ગોપીપુરા અંબાજીરોડ ચોર્યાસી ડેરી વિસ્તારમાંથી નિકળીને ગોલવાડ વિસ્તારમાં અલગ અલગ ગલીઓમાં ફરીને લીમડાચોક, મોટા મંદિર, એનિબેસન્ટ રોડ, ચૌટાબજાર, બાલાજી રોડ, ચોકબજાર, મોટી છિપવાડ ફરીને પરત ગોપિપુરા અંબાજી મંદિર પરિસરમાં રાત્રે ૮થ૦૦ કલાકે પરત ફરતી હોય છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. રથને હાથેથી દોરી જવામાં આવે છે. વિવિધ રૂટો ઉપર ભક્તો માતાના રથના દર્શનની ખુબજ આતુરતા પુર્વક રાહ જોતા હોય છે. માતાના રથનાં આગમન । પહેલા શેરીઓના રસ્તાઓને ફુલોથી તથા રંગોળીથી સજાવી દેવામાં આવતા હોય છે.રથ યાત્રાની તૈયારીના ભાગ રૂપે મંદિર પરિસરમાં રાખેલા ચાંદિના રથની એક અઠવાડિયા પહેલાજ સાફ સફાઈ કરીને । તૈયાર કરવામાં આવે છે.