સુરેન્દ્રનગર railwayસ્ટેશને ટ્રેઇનની રાહ જોતા મહિલા મુસાફરને કેફી પદાર્થ ભેળવેલી ચા પીવડાવી એક મહિલા તેમજ અન્ય બે શખ્સોએ સાથે મળી મહિલાને બેભાન કરી રૂપિયા ૧૨૫૫૦૦ની કિંમતના સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ગણતરીની મિનિટોમાં રફુચક્કર થઈ ગયાં હતાં. આ મામલે ભોગ બનનાર મહિલાએ સુરેન્દ્રનગર રેલ્વેપોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે. મહિલાને બેભાન કર્યા બાદ ગણત્રીની મિનિટોમાં માલમત્તા લઈ એક મહિલા સહિત ત્રણ શખ્સો રફૂચક્કર થઈ ગયા

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે રૂપાવટી રોડ પર ધર્મેન્દ્રનગરમાં રહેતા સુભાનબેન મોહમદભાઈ જરગેલા ટ્રેઈનમાં ચુડાથી સુરેન્દ્રનગર આવ્યા હતા અને સુરેન્દ્રનગર સ્ટેશનથી થાન જવા માટેટ્રેઈનની રાહ જોતા સુરેન્દ્રનગર રેલ્વેસ્ટેશને બાકડા પર બેઠા હતા તે દરમિયાન તેમને માથામાં બળતરા થતી હોય સ્ટેશન પરની પાણીની પરબ પરથી પાણી પી માથામાં પાણી છાંટી બાંકડા પર બેઠા હતા તે દરમિયાન તેમને શરિરમાં અશક્તિ જેવું લાગતા પીળા કલરની સાડી પહેરેલી એક ‘ી તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતાઅનેતબિયત બરોબર ન હોય તો ચા પીવો તેમ આગ્રહ કરી કોઇ કેફી પદાર્થ ભેળવેલી ચા પીવડાવી હતી. સુભાનબેને ચા પીધા ના થોડી વારમાં જ બેહોશ થઈ ગયાં હતા તે દરમિયાન તે ી

અને અન્ય બે અજાણ્યા શખ્સો મળી સુભાનબેને પહેરેલા કાનની સોનાની બુટી, સોનાની શેર, સોનાના દાણા, સોનાની ચેઈન, ચાંદીના છડા તેમજ રૂમાલમાં રહેલ રોકડા રૂપિયા ૪ હજાર સહીત કુલ રૂપિયા ૧૨૫૫૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. થોડા સમય પછી સુભાનબેન ભાનમાં આવતા તેમને તાત્કાલિક સારવાર માટેસુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે સુભાનબેને સુરેન્દ્રનગર રેલ્વે પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે. સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર ધોળા દિવસે મહિલા મુસાફર ની ચોરી પાસેથી રૂપિયા યા ૧૨૫૫૦૦ ની મત્તાની થતાં રેલ્વે પોલીસની કામગીરી સામે પણ | સવાલો ઉભા થયાં છે.