આઝાદી બાદ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા ટાટા જુથના Ratan Tataનું બુધવારે મોડી રાત્રે અવસાન થતાં તેના માનમાં વડોદરાના ગરબા આયોજકોએ મૌન પાડીને શ્રધ્ધાંજલિ આપી હતી.
કેટલાક મેદાનો ઉપર ગરબાના પ્રારંભમાં તો કેટલાક સ્થળોએ મધ્યાંતરમાં Ratan Tataને યાદ કરાયા
યુનાઇટેડ વે અને લક્ષ્મીવિલાસ | પેલેસના હેરિટેજ ગરબામા બુધવારે રાત્રે | જ ગરબા પછી રાષ્ટ્રગાન બાદ બે મિનિટનું મૌન પાડીને રતન ટાટાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. । સમતા ગ્રાઉન્ડ ઉપર મા શક્તિ ગરબા મહોત્સવમાં, નવલખીમાં વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં, સનફાર્મા રોડ ઉપર વાઇબ્રન્ટ વડોદરા નવરાત્રિમાં, કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે કારેલીબાગ સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ એસોસિએશનના ગરબામાં આજે રતન ટાટાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.