Jamnagarમાં વધુ વીજ બિલ આવવાના મુદ્દે મહિલા કોંગી કોપરેટરે વીજ કચેરીએ ધસી જઈ હંગામો મચાવ્યો હતો. ઘરમાં સોલાર લગાવ્યા બાદ પણ વધુ વીજ બીલ આવતાં દંડા સાથે કચેરીએ પહોંચતાં વાતાવરણ તંગ બન્યું હતું.પોલીસે પહોંચી મામલો થાળે પાડયો હતો. જ્યારે વીજ તંત્ર દ્વારા પણ સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

ઘરમાં સોલાર લગાવ્યા બાદ પણ વધુ વીજ બિલ આવતાં દંડા સાથે કચેરીએ પહોંચ્યા, પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો Jamnagar મહાનગરપાલિકાના વોર્ડ | પોલીસ મથકે લઈ જવાયા હતા.

નંબર ચારના કોંગી કોપીરેટર રચનાબેન નંદાણીયા કે જેઓએ તાજેતરમાં પોતાના ઘેર સોલાર ફીટ કરાવ્યું હોવા છતાં પણ આ વખતે તેનું વધારે વીજ બિલ આવતાં તેઓ રોષભેર દંડા સાથે વીજ કચેરીએ પહોંચ્યા હતા.જ્યાં હાજર રહેલા સ્ટાફ સાથે ભારે ઉગ્ર બોલાચાલી કરી હતી. એક તબક્કે તેમણે પોતાને મળેલા ઊંચા વીજ બિલ સંદર્ભમાં ઉગ્ર રજૂઆત કરી સેન્ટ્રલઝોન સબ ડિવિઝનની કચેરીના અધિકારીની ટેબલ પરની ફાઈલ તથા મોબાઈલ ફોન વગેરે રફેદફે કર્યા હતા.

આ મામલાની જાણકારી થતાં મહિલા સહિતનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, અને મહિલા કાર્પોરેટરને પોલીસ | વિડીયો | જીપમાં બેસાડીને સિટી બી. ડિવિઝન પીજીવીસીએલમાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, અને વીજ કચેરીના તમામ અધિકારીઓ અને સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં સિટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી જઈ સમગ્ર બનાવ બાબતે પોલીસ ફરિયાદ નોંધવા કવાયત કરી હતી. અને સેન્ટ્રલ ઝોન સબ ડીવીઝનના નાયબ ઈજનેર અજય પરમારની ફરિયાદના આધારે કોપીરેટર રચનાબેન નંદાણીયા સામે ફરજમાં રૂકાવટ સહિતની જુદી જુદી કલમમાં હેઠળ ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીજ કચેરીમાં રચનાબેન નંદાણીયા દ્વારા કરાયેલું વર્તન અને ઉગ્ર રજૂઆત સહિતના આજે સમગ્ર દિવસ દરમિયાન વાયરલ થયો હતો.