Bagsara શહેરમાં જીઈબીને લાઈન લોસ વધવા સાથે પાવર ઈન્કમની મોટી નુકસાની થતાં આજે અચાનક વીજ ચેકિંગ ટૂકડીઓના ધાડા ઊતરી પડયા હતા. જુદા-જૂદા વિસ્તારમાં ડાયરેકટ પાવર ચોરી કરતા યા વીજ ચોરોને પકડી પાડી રૂા.૨૦ લાખના બિલો ફટકારવામાં આવ્યા છે. કુંકાવાવ નાકા, જીનપરા, ઘાંચીવાડ, શિવાજી ચોક, સ્ટેશન રોડમાં ડાયરેકટ પાવર ચોરી કરનારા અનેક ઝડપાયા
Bagsaraમાં આજે વહેલી સવારથી જ પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચોરી કરતા લોકો ઉપર ઘોંસ બોલાવવામાં આવી હતી. ત્યારે શહેરના અલગ અલગ| વિસ્તાર કુકાવાવ નાકા, જીનપરા, ઘાચીવાડ, શિવાજી ચોક તેમજ સ્ટેશન રોડ ઉપર વીજ કંપની સાથે છેતરપિંડી કરી ડાયરેક્ટ કનેક્શન લઈ વીજ ચોરી કરતા આરોપીને પકડી પાડી દંડ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર ચેકિંગના ધાડે ધાડા ઉતરી પડેલ હતા.
જેમાં જી.યુ.વી.એન.એલની કરવામાં આવી હતી. આ કાફલા સાથે પોલીસના પણ ધાડા સાથે ઉતરી પડેલ સાત ટીમોએ ૨૦ લાખ રૂપિયા જેવી ચોરી કરતા લોકો ઉપર તવાઈ બોલાવી હતી. શહેરમાં વીજ ચોરીના અનેક બનાવો બને છે ત્યારે વીજ કંપનીને દર મહિને ૨૦ લાખ જેટલી રકમનો લોસ આવી રહેલ હતો. જેના પગલે આજે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના પગલે અન્ય લોકો માં ફફડાટ વ્યાપી ગયો હતો.