Bhool Bhulaiyaa 3 : કાર્તિક આર્યનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ભુલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’નું ટ્રેલર ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. ભૂલ ભૂલૈયા 3 આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ટ્રેલરમાં કાર્તિક આર્યન ફરી એકવાર રૂહ બાબાના રોલમાં છે. જ્યારે વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત મંજુલિકાના રોલમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત, ભૂલ ભૂલૈયા 3 માં વિજય રાજ, સંજય મિશ્રા, રાજપાલ યાદવ અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વિદ્યા બાલન ફરી એકવાર ‘ભૂલ ભુલૈયા 3’માં ‘મંજુલિકા’ તરીકે દર્શકોને રોમાંચિત કરવા અને મનોરંજન કરવા માટે તૈયાર છે. આ ફિલ્મના પહેલા ભાગમાં તે આ રોલમાં જોવા મળી હતી. તેણીની સાથે કાર્તિક આર્યન પણ છે, જે રહસ્યમય ‘રૂહ બાબા’ તરીકે પરત ફરશે. ફિલ્મમાં મંજુલિકા અને રૂહ બાબા વચ્ચે ટક્કર થશે, જેની ઝલક ટ્રેલરમાં પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, 1 નવેમ્બર, 2024 ના રોજ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે.