Surat: કતારગામ વિસ્તારમાં ટીપી ૪૯,૫૦ અને ૫૧માં ૨૦૨૨માં રિઝવેશન મુકતા ૭૦૦ થી વધુ પરિવારોને અસર થાય તેમ હોવાથી આ રિર્ઝવેશન દૂર કરવા મોટી સંખ્યામાં રહીશોએ મોરચો કાઢીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ઘટતુ કરવા માંગ કરાઇ હતી.

Surat: ૩૦ વર્ષથી રહેતા લોકોએ કલેકટર કચેરી પર મોરચો માંડી જગ્યા પરથી રિઝર્વેશન દુર કરવા માંગણી કરી

પ્રાપ્ત માહિતી મુજબ કતારગામમાં મુકેલ ટીપી સ્ક્રીમને લઇને આજે સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં જિલ્લા સેવાસદન ખાતે મોરચો કાઢીને જિલ્લા | કલેકટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ આક્ષેપ સાથે રજુઆત કરી હતી કે કતારગામ વિસ્તારમાં આવેલી ટી.પી સ્ક્રીમ નં.૪૯, ૫૦ અને ૫૧માં ૨૦૦૪ | માં અમારા રહેણાંક મકાન અને પ્લોટ પર કયારેય કોઈ રિર્ઝવેશન ના હતુ. પરંતુ ૨૦૨૨ માં અચાનક ફેરફાર આવ્યા હતા.

જેમાં ૨૦૨૨ પહેલાના અને પછીના જુના અને નવા નકશાઓ ધ્યાનપૂર્વક જોતા ૨૦૨૨ માં નાના, નીચલા અને મધ્યમ વર્ગના લોકોના રહેણાંક મકાન અને મને પ્લોટ ઉપર રિર્ઝવેશન નાંખવામાં આવ્યા છે. જેના કારણે ૨૫ થી ૩૦ વર્ષથી રહેતા સામાન્ય અને મધ્યમ વર્ગીય ૭૦૦ પરિવારોની હાલત કફોડી થવાની છે. આથી ગેરકાયદેસર ફેરફાર કરનારા ટાઉન પ્લાનીંગ વિભાગ તથા તેને લાગતા વળગતા તમામ વિભાગની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અને બદઇરાદા પૂર્વક નેતા તથા માથા ભારે તત્વો તથા બિલ્ડરોને લાભ કરાવવા કરેલ કૃત્ય માટે જે કોઇ પણ જવાબદાર હોય તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસે તેવી સજા પણ થવી જોઈએ.