Jamnagarના બેડી વિસ્તારમાં બન્ને સ્થળેથી ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલીંગ કૌભાંડ સિટી બી. ડિવિઝન તેમજએસ.ઓ.જી. ની ટીમે ઝડપી લઈ બે શખ્સોની ૮ નંગ રાંધણ ગેસના નાના મોટા ખાલી અને ભરેલા બાટલા સહિતના મુદામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી હતી.
ગેસના ૮ બાટલા સાથે બે શખ્સોની અટક|
Jamnagarના જી.આઈ.ડી.સી.રોડ પર સિટી બી. ડિવિઝનની ટુકડીએ દરોડો પાડયો હતો. અહીં બેડી | વિસ્તારનો હુસેન ઈસ્માઈલભાઈ આરબ નામનો શખ્સ માણસોની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રિફીલીંગ તેમજ કોઈપણ સુરક્ષાના સાધનો વગર મોટી સંખ્યામાં અડધા ભરેલા મોટા બાટલા નંગ ૩ તથા અન્ય ૨ ખાલી બાટલા અને બે મોટા ભરેલા બાટલા, રીફિલીંગની ઈલેકટ્રીક મોટર તથા વજન કાંટો વિગેરે સાધનો મળી આવતા કુલ મળી રૂા. ૧૯,૫૦૦નો મુદામાલ કબ્જે કરી લઈ આરોપીની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત પંચકો સીબી ડિવિઝનના પોલીસ સ્ટાફે પણ વોચ ગોઠવી દરેડ વિસ્તારમાં રહેતા સજ્જર બાબુભાઈ સીદીકી કે જેને અટકાયતમાં લેતાં તેના કબજા માંથી પણ ગેસ રિફીલિંગ નું કારસ્તાન પકડાયું હતું, અને ખાલી ભરેલા ૩ નંગ બોટલા નોઝલ વગેરે મળી આવ્યા હતા, જે કબજે કરી લઈ તમામની વધુ પૂછપરછ હાથ ધરી છે.