Amreli જિલ્લાના ખજૂરી ગામના ગ્રામજનોએ ૫૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કયી છે. એટલું જ નહીં વૃક્ષારોપણ માટે આશરે રૂ.૧૦ લાખથી વધુનો લોકફાળો એકત્ર કયી છે. આશરે ૧૫૦૦ નાગરિકોની વસ્તી ધરાવતા આ ગામના લોકો વૃક્ષ વાવેતર સાથે તેના જુતન માટે પણ પ્રતિબદ્ધ છે.
Amreli: વૃક્ષારોપણ માટે ૧૦ લાખનો ફાળો એકત્ર, જળસંચય અર્થે તળાવનું પણ નિર્માણ
Amreli જિલ્લાના એક નાના એવા ગામમાં, વૃક્ષ વૃક્ષ વાવેતરની સાથે જતન માટેનો સંકલ્પ અચૂક આશ્ચર્ય પમાડે તેવો છે. | હાલ ગ્રામજનો ખભે ખભો મિલાવી ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી ચૂક્યા છે.વડીયા-કુંકાવાવ તાલુકાના ખજૂરી ગામે આયોજનપૂર્વક ફળાઉં, છાંયાદાર, ઔષધિય સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
ખજૂરી ગામના પૂર્વ ઉપ સરપંચ ચતુરભાઈ હિરપરા જણાવે છે કે, અમારા ગામના યુવાનો જે ગામની બહાર ગયા છે અને સમૃદ્ધ પણ થયા છે. આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે તેવું જળસંચય અને વૃક્ષારોપણનું ખૂબ મહત્વનું કાર્ય તેમના સહયોગથી થઈ રહ્યું છે. જેમાં ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા છે. લોકોએ પોતાના માતા-પિતા સહિતના વડીલોની સ્મૃતિમાં પ્રતિ વૃક્ષ રુ.૮૦૦નું યોગદાન આપ્યું છે. પરિણામે આજે ૩૫૦૦ જેટલા વૃક્ષનું વાવેતર થઈ ચૂક્યું છે અને આગામી સમયમાં તે ૫૦૦૦ વૃક્ષ વાવેતરનો સંકલ્પ છે તે પણ વહેલી તકે પૂર્ણ થશે. ગ્રામજનોની મહેનત થકી વાવેતર કરવામાં આવેલું એક પણ વૃક્ષ મુરઝાયું નથી.
જળસંચય માટે એક તળાવનું પણ નિર્માણ ખજૂરી ગામે કરવામાં આવ્યું છે. આ તળાવને ફરતે ફ્રેન્સીંગ અને ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આમ, નાનું એવું ખજૂરી ગામ પર્યાવરણ રક્ષણ માટે એક નવી રાહ ચીંધે છે.