વસ્ત્રાલમાં રહેતા સાવનકુમાર કનૈયાલાલ પટેલે બાપુનગરમાં રહેતા ચિંતન વસંતભાઈ મિશન અને હૈદ્રાબાદના સાગર મિશનભાઈ સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. નરોડાની હોટલમાં મીટિંગ કરીને અમેરિકા ફરવાના visaના નામે રોકડા ઉઘરાવ્યાઃ મિડીએટર પાસે લખાવેલો ચેક બાઉન્સ કરાવી ફરિયાદ કરી.
સાગર મિશને અમેરિકા ટૂરનું આયોજન કરવામાં આવ્યું હોવાની વાત સાવન પટેલને કરી હતી. સાવનભાઈએ તેમના મિત્ર સર્કલમાં આ અંગે વાતચિત કરી હતી. તા. ૨૯-૭-૨૦૨૩ના રોજ નરોડાની તંદુર પેલેસ હોટલ ખાતે ચિંતનભાઈ નિશન દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી તેમાં હરિયાદી સાવનભાઈના સંપર્કમાં રહેલા ૧૯ લોકો હાજર રહ્યા હતા. કુલ ૧૯ લોકોની અમેરિકા ટૂર visaની કામગીરી માટે સાવનભાઈએ ૭ લાખ અને અન્ય ભે મિત્રો દિપકભાઈ અને રાજભાઈએ ૯-૯ લાખ ચૂકવ્યા હતા.
આ પ્રકારે ૧૯ લોકોના અમેરિકા ટૂર વિઝાની કામગીરીપેટે કુલ ૧૯ લાખ રૂપિયા રોકડા એડવાન્સ લેવામાં આવ્યાં હતાં. અગાઉ મિત્રના બે સંતાનો સહિત ચાર લોકોના વિઝાની કામગીરીમાં પણ કોઈને કોઈ ક્વેરી અને બહાના બતાવવામાં આવતાં હતાં. આથી, પૈસા પરત માગવામાં આવતાં અંગાઉ સાવનભાઈ પાસેથી સિક્યુરિટી પેટે મેળવેલા ચેક ભાઉન્સ કરાવી તેમની સામે કેસ દાખલ કર્યા હતા. અમેરિકા વિઝાના બહાને ૨૪ લોકોને વિશ્વાસમાં લઈને મેળવેલા ૪૧.૭૫ લાખ રૂપિયા પરત આપ્યા નહોતાં અને વિઝા પક્ષ અપાવ્યા નહોતા.