Gujarat રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અગાઉ જ સમગ્ર રાજ્યભરમાં આવેલી કૃષિવિભાગની કચેરીઓમાંથી વિગતો,આંકડાઓ ભેગા કરીને ૫૮ લાખ ટન મગફળીના પાકનો અંદાજ જાહેર કર્યો છે તેનાથી વાકેફ હોવા છતાં સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસો.ને સમાંતર એક સંગઠન ઉભું કરી રાજકોટમાં ડિફોલ્ટર થતાં જેની રાજમોતી મિલને બેન્ક દ્વારા સીલ કરાઈ હતી તેવા સમીર શાહ દ્વારા ૪૦.૫૬ લાખ ટનનો નીચો અને સરકારી વિગતની વિપરીત ખોટો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો.

Gujarat: ફૂડ વિભાગનો ભ્રષ્ટાચાર કે રાજકીય દબાણ પણ સૌરાષ્ટ્રમાં કપાસિયા તેલમાં ભેળસેળનું જોખમ છતાં પૂરતું ચેકિંગ નથી

Gujarat સરકાર દ્વારા નિયમિત રીતે કૃષિપાકના | પ્રગતિશીલ અંદાજો જાહેર થતા રહે છે ત્યારે આ તેલમિલર ક્યા હેતુથી આવા અંદાજો બહાર પાડે છે તે અંગે સવાલો જાગ્યા છે. ગત વર્ષે પણ આ તેલમિલરે ગુજરાત સરકારના કૃષિવિભાગના ૪૬.૪૫ લાખ ટન મગફળીના ઉત્પાદન સામે માત્ર ૨૪.૮૭ લાખ ટનનો અંદાજ બહાર પાડયો હતો. બીજી તરફ, પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા કપાસિયા તેલમાં ભેળસેળ ખુલતા લાખો રૂ।.નો દંડ કરાયો હતો.

હાલ કપાસિયા તેલના ભાવબેફામ વધ્યા છે અને આજે રૂ।.૨૧૮૦- ૨૨૩૦ના અતિ ઉંચા ભાવે સોદા પડ્યા હતા ત્યારે આ તેલમાં ભેળસેળની શંકા છતાં રાજકોટ જેવા મહાનગરમાં પણ ખાદ્યતેલના નમુના ફૂડ વિભાગ ભાગ્યે જ લે છે. ફૂડ ખાતાનો આ ભ્રષ્ટાચાર છે કે નિષ્ક્રીયતા છે છેકે કે રાજકીય દબાણથી તેલમિલોમાં અને જથ્થાબંધ તેલવિક્રેતાઓને ત્યાંથી નમુના લેવાતા નથી તે સવાલ લોકોમાં જાગ્યો છે.