Vadodara: ગેંગરેપમાં પકડાયેલા ત્રણે નરાધમો પીઓપીનું કામ કરે છે મુન્નાને સગર્ભા પત્ની, આફતાબને ત્રણ અને શાહરૂખને બે સંતાનો વડોદરા,સોમવાર ભાયલી પાસે ગેંગરેપના ગુનામાં ઝડપાયેલા ત્રણે આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને ૧૦ વર્ષ પહેલાં ધંધા રોજગાર માટે વડોદરા આવીને સ્થાયી થયા હતાં. ત્રણે કન્સ્ટ્રક્શન સાઈટ પર પીઓપીનું કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે મુન્ના અબ્બાસ તેની સગભાં પત્ની સાથે રહે છે અને તેના ભાઈનો બનેવી મુમતાજ ઉર્ફે આફતાબ પણ આ ગુનામાં સંડોવાયેલો છે. મુમતાજ ઉર્ફે આફતાબ ૧૪ વર્ષ પહેલાં કામ ધંધા માટે વડોદરા આવ્યો હતો અને તાંદલજા ખાતે ભાડાના મકાનમાં પત્ની તેમજ ત્રણ સંતાનો સાથે રહે છે.

શાહરૂખ પણ પરિણીત છે તેમજ તે પણ ૧૪ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશથી આવ્યો હતો. હાલ તે તાંદલજા વિસ્તારમાં પત્ની અને બે બાળકો સાથે રહે છે તેમજ પીઓપી ઉપરાંત કલરકામ પણ કરે છે.

પોતાની હદ નહિ હોવા છતાં Vadodara શહેર પોલીસે ૧૧૫૦ કેમરા, હજારો કોલ્સ તપાસ્યા

Vadodara ક્રાઈમ બ્રાન્ચના એસીપી એચ એ રાઠોડ, પીઆઈ આર એ જાડેજા અને લેડી પીઆઈ હેતલ તુવેર સહિત કુલ ૬૫ પોલીસ જવાનોની જુદીજુદી ટીમો બનાવવામાં આવી હતી.દરેક ટીમને અલગ અલગ કામ સોંપાયું હતું. પોલીસે જયાં સુધી આરોપી હાય ના લાગે ત્યાં સુધી ઘરથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. બનાવ બન્યો તેની આસપાસના વિસ્તારો તેમજ શકમંદ આરોપી જ્યાંથી આવ્યા અને ક્યાં ગયા ત્યાં સુધીના રૂટ પરના સરકારી, કોર્પોરેશન તેમજ ખાનગી કેમરા મળી ૧૧૫૦ કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા હતા.જ્યારે બનાવ બન્યો તે વિસ્તારના મોબાઇલ ટાવર સહિતના વિવિધ લોકેશનના એક લાખથી વધુ કોલ્સ ડીટેલ તપાસવામાં આવી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચના એસીપી, બે પીઆઈ સહિત ૬૫ પોલીસ જવાનો બે દિવસ પોતાના ઘરથી પણ દૂર રહ્યા