Jamnagar હાઈવે પર ઘંટેશ્વર નજીક આવેલા વોટર પાર્કમાં વેલ્ડીંગ કામ કરતી વખતે શેડ પરથી પટકાતા યુ.પી.ના યુવાનનું મૃત્યુ નિપજયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી રોડ પર બીજા માળે અગાસી પરથી પટકાતા યુવાનનું મોતઃ પરિવારમાં શોક

મોટા મવામાં ગોલ્ડન પાર્ક નજીક રૂમ રાખીને રહેતો મૂળ યુ.પી.નો સાજન મુન્નાભાઈ રામ (ઉં.વ.૨૯) ગઈકાલે સાંજે Jamnagar હાઈ-વે પર ઘંટેશ્વર નજીક આવેલા ગ્રીન લીફ વોટર પાર્કમાં શેડ પર વેલ્ડીંગ કામ કરી રહ્યો | હતો ત્યારે અકસ્માતે નીચે પડી જતાં એઈમ્સમાં ખેડાયો હતો. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. જાણ થતા ગાંધીગ્રામ-ર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઈ અને ત્રણ બહેનમાં નાનો હતો. સંતાનમાં બે વર્ષનો પુત્ર અને બે માસની પુત્રી છે.

જ્યારે બીજા બનેલા બનાવમાં મોરબી રોડ પર પુનમ હોલવાળી શેરીમાં શેઠનાં મકાનમાં રહી ઈમીટેશનનું કામ કરતા મૂળ યુ.પી.ના બુધારામ ઉર્ફે રાજનાથ મેવાલાલ ચૌહાણ (ઉ.વ.૩૯) બીજા માળે અગાસી પર સુતો હતો ત્યારે ગઈકાલે રાત્રે નીચે પટકાતાં બેભાન હાલતમાં સિવીલમાં ખસેડાયો હતો. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. બે ભાઈ અને બે બહેનમાં નાના બુધારામને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રીછે. બી-ડિવીઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.