Amreli: અમરેલીના જાફરાબાદ રહેણાંક વિસ્તારમાં ત્રણ સિંહો ફરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જાફરાબાદમાં અલ્ટ્રાટેક કોલોની પાસેની જોગો સોસાયટીમાં ત્રણ સિંહો એક પ્રાણીની પાછળ દોડતા હોવાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

જાફરાબાદ શહેરી વિસ્તારમાં અવારનવાર સિંહો ફરતા જોવા મળે છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.