Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજ નીચે ૩૮ પિલરની વચ્ચેના ભાગમાં પે એન્ડ પાર્કનો વાર્ષિક ઈજારો આપવા અગાઉ પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઇ ઇજારદારે રસ દાખવ્યો ન હતો. હવે કોર્પોરેશન દ્વારા ફરી વખત પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ માટે ટેન્ડર પણ મંગાવ્યા છે.
Vadodara: વિસ્તારમાં પાર્કિંગ સમસ્યા હોવાથી ૩૮ પિલરની ખાલી જગ્યા ઉપયોગમાં લેવાશે
Vadodara: જો કે આ વખતે ડિપોઝીટની રકમ અને પ્રતિમાસ મિનિમમ અપસેટ વેલ્યુમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશને શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબો ૨૩૦ કરોડના ખર્ચે ફલાઈ ઓવર અટલ બ્રિજ બનાવ્યો છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે છ હિસ્સામાં પિલર વેચી દેવાયા છે, અને એ મુજબ પાર્કિંગની સુવિધા ઉભી કરવા ઈજારો ૧ વર્ષ માટે જાહેર હરાજીથી આપવા નક્કી કર્યું છે.
આ બ્રિજ નીચે ૧૩૫ પિલર છે. આ વિસ્તારમાં ટ્રાફિકની અને પાર્કિંગની ખૂબજ સમસ્યા રહેતી હોવાથી પિલર નીચેના ભાગમાં રહેતી ખુલ્લી જગ્યામાં પે એન્ડ પાર્કની સુવિધા શરુ કરવા કોર્પોરેશને આયોજન કર્યું છે, પરંતુ ઇજારદાર રસ દાખવતા નથી. ૩૮ પિલરની વચ્ચેના ભાગમાં પાર્કિંગ રાખવામાં આવશે. જેમાં પિલર નંબર ૧૨ થી ૧૯ મનીષા ચોકડી પિલર નંબર ૩૨ થી ૩૭ હનુમાનજી મંદિર પાસે, | પિલર નંબર ૪૯ થી પર મલ્હાર, પિલર નંબર ૬૦ થી ૬૫ ચકલી સર્કલ, પિલર નંબર ૮૭ થી ૯૩ આંબેડકર સર્કલ અને પિલર નંબર ૧૨૯ થી ૧૩૫ ગેંડા સર્કલ ખાતે પિલર નીચે પાર્કિંગની સુવિધા ઉભી કરાશે. જુદા જુદા પિલર વિભાગ મુજબડિપોઝીટની જુદી જુદી રકમ અને અપસેટ વેલ્યુ રાખવામાં આવી છે.