Jamnagar: જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલા ઉપર તેણીના પતિએ કોર્ટમાં ભરણપોષણના કેસ બાબતનું મનદુથખ રાખી તલવાર વડે જીવલેણ હુમલો કરતાં ગંભીર ઈજા થવાથી સારવારમાં ખસેડાયેલ છે. બીજી તરફ આ બનાવ અંગે ફરિયાદના આધારે શેઠવડાળા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કયો છે. પતિ સાથે અણબનાવ હોઈ ભરણપોષણનો કેસ કરતાં તથા નોકરી કરતી હોઈ તે ગમતું ન હોઈ હુમલો
Jamnagar: પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે આંગણવાડી વર્કર તરીકે નોકરી કરતાં રમીલાબેન વિપુલભાઈ મકવાણા નામના મહિલા ઉપર તેણીના પતિ વિપુલભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ તલવાર વડે હુમલો કરતાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઉપરાંત શરીરના અન્ય ભાગે તલવારના ઘા કરી તેણીનો અંગુઠો તથા આંગળીઓ કપાઈ ગઈ હતી. આ ઉપરાંત પગમાં પણ આડેધડ ઘા મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિ વિપુલ સામે રમીલાબેને શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રમીલાબેનને પતિ વિપુલ સાથે અણબનાવ હોય, જે બાબતનો ત્રણેક માસથી રાણાવાવ કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલતો હોય, ઉપરાંત તેણી આંગણવાડીમાં નોકરી કરતી હોય, જે ગમતું ન હોય આ બાબતનો ખાર રાખી હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થતાં પીએસઆઈ પી. જી. પનારા આગળની તપાસ ચલાવી રહયા છે.