Morbiમાં નવલા નોરતામાં મહિલાઓની સુરક્ષા પોલીસની શી ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે બીજા નોરતે બાઈક ઉપર સીન સપાટાના નાખતા ૨૪ શખ્સના વાહનો ડિટેઈન કરવાની સાથે ૩ પીધેલીયાને પકડી પાડી ૨ શખ્સને હથિયાર સાથે પકડી પાડયા હતા. જામનગરમાં પણ શી ટીમ ચાંપતો બંદોબસ્ત રાખી રહી છે.

Morbi:પોલીસની શી ટીમ કરે છે મહિલાઓની સુરક્ષા

Morbi સીટી એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ પર્વ લોકો આનંદથી માણી શકે અને લુખ્ખા તત્વો લોકોની કનડગત ન કરે તે માટે શહેરમાં શી ટીમને ગરબા સ્થળે તેમજ પેટ્રોલિંગના તૈનાત કરવામાં આવી છે. ત્યારે બીજા નોરતે મોરબી સીટી એ ડિવિઝન શી ટીમે શહેરમાં ઘોંઘાટ થાય તેવા મોડીફાઈડ સાઇલેન્સર ફિટ કરાવી સીન સપાટા કરનાર ૨૪ શખ્સના બાઈક ડિટેઈન કર્યા હતા. આ ઉપરાંત ત્રણ શખ્સોને નશો કરેલી હાલતમાં પકડી પાડી | બે શખ્સની અંગઝડતીમાં હથિયાર મળી આવતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જામનગરમાં પણ શી ટીમ, ૧૮૧ ટીમ સ્ટેન્ડ ટુ

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન પ્રાચીન અર્વાચીન રાસ ગરબા મહોત્સવ ચાલી રહ્યા છે, અને તેમાં અનેક નાની- મોટી બાળાઓ તેમજ યુવતીઓ ગરબા રમીને માતાજીની આરાધના કરી રહી છે, ત્યારે કોઈ આવારા તત્વોની રંજાડ જોવા ન મળે, અથવા તો કોઈપણ બહેન દીકરી સુરક્ષાથી વંચિત ન રહે, તે માટે જામનગરમાં પોલીસની શી ટીમ તથા મહિલા ૧૮૧ અભિયમૂની ટીમ ૨૪ કલાક કાર્યરત છે, અને સતત પેટ્રોલિંગ કરી રહી છે. ખાસ કરીને સાંજે તેમજ રાત્રિના સમયે તમામ રાસ ગરવાના સ્થળો પર ટીમને દોડતી કરાવાઈ છે.