Indigo airlines : એરલાઈને એમ પણ કહ્યું કે આના કારણે ચેક-ઈનમાં વિલંબ થઈ રહ્યો છે. તે શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.

દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડિગોના મુસાફરોને ‘ચેક-ઈન’ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માહિતી આપતાં એરલાઈને કહ્યું છે કે તે તેના સમગ્ર નેટવર્કમાં અસ્થાયી સિસ્ટમની સમસ્યાનો સામનો કરી રહી છે. જેના કારણે તેની વેબસાઈટ અને બુકિંગને અસર થઈ રહી છે. ઈન્ડિગોના મુસાફરોને ચેક-ઈન અને બેગેજ ડ્રોપમાં પડતી સમસ્યાઓના કારણે એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળે છે. એરલાઈન્સનું કહેવું છે કે તે આ સમસ્યાનો સામનો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આશા છે કે આના પર જલ્દી જ કાબુ મેળવી લેવામાં આવશે.

X પર પોસ્ટ કરેલી માહિતી

એરલાઈને એમ પણ કહ્યું કે આના કારણે ચેક-ઈનમાં વિલંબ થઈ રહ્યો છે. તે શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. ઇન્ડિગોએ ટ્વિટર પર પોસ્ટ કર્યું: “અમે હાલમાં અમારા સમગ્ર નેટવર્કમાં અસ્થાયી સિસ્ટમ સમસ્યાનો અનુભવ કરી રહ્યા છીએ, જે અમારી વેબસાઇટ અને બુકિંગને અસર કરી રહી છે. આના કારણે ગ્રાહકોને રાહ જોવાના સમયનો સામનો કરવો પડી શકે છે અને ઇન્ડિગોએ કહ્યું કે તે સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે.