Ahmedabad, ૩ ઓકટોબરથી નવરાત્રિ પર્વની શરુઆત થઈ છે.બે દિવસ વીત્યા પછી પણ અમદાવાદમાં અનેક ગરબા આયોજકો ફાયર એન.ઓ.સી.થી હજુ પણ વંચિત છે. સુરત ફાયર વિભાગે ગરબાના સ્થળે ફાયર રીટારડન્ટ પેઈન્ટ ફરજિયાત કરાવ્યો છે. અમદાવાદમાં ગરબા ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાતા હોઈ આ પ્રકારના પેઈન્ટની જરુર નહીં હોવાનું ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનુ કહેવુ છે. ચાર દિવસ પછી અમદાવાદ ફાયર વિભાગે માત્ર ૭૮ એન.ઓ.સી.મંજુર કરી છે.
Ahmedabadમાં ફાયર રીટારડન્ટ પેઈન્ટની ખુલ્લા ગ્રાઉન્ડમાં જરુર નથી, ચાર દિવસ પછી માત્ર ૭૮ એન.ઓ.સી.અપાઈ
રાજકોટ અગ્નિકાંડની ઘટના પછી, રાજય સરકારે દરેક ઈવેન્ટ માટે ફાયર એન.ઓ.સી. લેવી ફરજિયાત કરી દીધી છે. Ahmedabadના વિવિધ પાર્ટી પ્લોટ ખાતે ગરબા યોજવા ફાયર એન.ઓ.સી. આપવાની કામગીરી ચાર દિવસથી ફાયર વિભાગ તરફથી કરવામાં આવી રહી છે. આ વર્ષે શહેરમાં અંદાજે સો જેટલા સ્થળોએ ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ છે. તાજેતરમાં સુરતના ફાયર વિભાગ દ્વારા ગરબા યોજવા માટે ફાયરની એન.ઓ.સી.માંગનારા આયોજકો તરફથી અરજી મળ્યા પછી આયોજનના | સ્થળ ઉપર મુકવામા આવતા તમામ | ટેમ્પરરી સ્ટ્રકચરો અને કાપડના બનેલા મંડપો ઉપર ફાયર રીટારડન્ટ પેઈન્ટ ટેકનીકલ જરુરીયાત મુજબ ફરજિયાત કરાવડાવ્યો છે.
Ahmedabadના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાને પુછતાં તેમણે કહયુ, અમદાવાદમાં મોટાભાગે ખુલ્લા મેદાનમાં ગરબા આયોજિત કરાઈ રહ્યા છે.માત્ર એક સ્થળે ફાયર રીટારડન્ટ પેઈન્ટ કરાવવાની જરુર જણાતા તે વિભાગ તરફથી કરાવવામાં આવ્યો છે.૯૦ અરજી એન.ઓ.સી.માટે વિભાગને મળી હતી.જે સામે ૭૮ એન.ઓ.સી. આપવામાં આવી છે. શહેરના સાયન્સ સીટી, ગોતા, વૈષ્ણોદેવી ઉપરાંત એસ.પી.રીંગ રોડ ઉપરાંત પશ્ચિમ અને પૂર્વ અમદાવાદમાં આવેલી મુખ્ય કલબમાં અગાઉથી ફાયર એન.ઓ.સી. લેવામા આવી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત મોટીસોસાયટીઓએ પણ ફાયર સેફટીના સાધનો વસાવી લીધા છે.ગાંધીનગરના ગિફટ સીટી ખાતે યોજાયેલી એક મોટી ઈવેન્ટમાં નોર્વેના ડી જે સ્ટાર એલન વોકરે કાર્યક્રમ કર્યો હતો. જે સમયે ફાયર સેફટીને લઈ અનેક પ્રશ્ન ઉપસ્થિત થયા હતા