Vadodara: લક્ષ્મીવિલાસ પેલેસના હેરિટેજ ગરબા મહોત્સવમાં પ્રથમ નોરતે જ અવ્યવસ્થા અને આંધાધૂંધીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક ખેલૈયાઓએ ઓનલાઈન બુક કરાવ્યા હોવા છતં સમયસર પાસ મળ્યા નહતા તો કેટલાક ખેલૈયાઓને પૈસા પરત થઈ ગયા હતા જેના કારણે તેઓ પાસેથી વંચિત રહેતા ગરબા રમી શક્યા નહતા. આ સ્થિતિના કારણે ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ અને આયોજકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ હતું.હેરિટેજ ગરબાના મેલ અને ફિમેલ પાસે માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Vadodara: પાસને બદલે પૈસા ખાતામાં પરત જમા થઇ ગયા,એક એડ્રેસ ઉપર ચાર પાસ બુક કરાવ્યા હોય તો દરેક પાસ માટે અલગ કુરિયર ચાર્જ વસુલ કર્યાનો આક્ષેપ
જેમાં Vadodaraના ખેલૈયાઓએ બુકિંગ કરાવ્યુ હતું પરંતુ નવરાત્રિના આગલા દિવસે એવા અનેક ખેલૈયાઓ હતા જેમને બુકિંગ એમાઉન્ટ (પાસ માટે ઓનલાઈન ભરેલા પૈસા) એકાઉન્ટમાં કોઈ પણ કારણ વગર પરત આવી ગયા હતા. છેલ્લી ઘડીએ બુકિંગ રદ્દ થતા આ ખેલૈયાઓ અટવાયા હતા કેમ કે છેલ્લી ધડીએ અન્ય કોઈ ગરબામાં પણ પાસ મળતા નથી.અન્ય કેટલાક ખેલૈયાઓની ફરિયાદ એવી હતી કે હેરિટેજ ગરબામાં પ્લેયર્સ પાસ માટે ઓનલાઈન બુકિંગ વખતે એક સમયે એક જ ખેલૈયાનો પાસ બુક થતો હતો.
પ્રત્યેક પાસ માટે ૮૦ રૂપિયા કુરિયર ચાર્જ વસુલવામાં આવ્યો છે. ઘરમાં ચાર સભ્યોના પાસ બુક કરાવીએ તો ચાર વખત બુકિંગ કરાવું પડે અને દરેક પાસ માટે ૮૦ રૂપિયા એટલે એક જ એડ્રેસ ઉપર ચાર પાસ આવવાના હોવા છતાં ચાર પાસનો અલગ અલગ કુરિયર ચાર્જ વસુલવામાં આવ્યો છે. આવી ફરિયાદો સાથે ગુરૂવારે પ્રથમ નોરતે જ્યારે ખેલૈયાઓ મેદાન ઉપર પહોંચ્યા ત્યારે તેની ફરિયાદ સાંભળનાર કોઈ હતુ નહી એટલે ભારે રોષ જોવામાં આવતો હતો. પાર્કિંગમાં પણ અવ્યવસ્થાના કારણે ખેલૈયાઓ અકળાવા હતા.