Surat શહેરમાં ચાલતી મેટ્રોની કામગીરી હવે આસપાસના વેપારીઓ માટે આફત બની રહી છે. સુરતમાં મેટ્રો ના કારણે અનેક લોકોની મુશ્કેલી વધી રહી છે પરંતુ મેટ્રોની આસપાસના વેપારીઓની હાલત વધુ કફોડી થઈ રહી છે. મેટ્રોના કારણે ટાવર વિસ્તારમાં ૮૦ થી ૯૦ વર્ષ જૂની પેઢી બંધ થવાના આરે આવીને ઉભી હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યાં છે. વિરોધ પ્રદર્શન કરતા વેપારીઓએ કહ્યું મેટ્રોએ અમારી સાથે વિશ્વાસઘાત કયી છે. ૧૦ મહિનામાં રસ્તો ખોલી આપવાની વાત કરી હતી ૧૯ મહિના થયા છતાં રસ્તો બંધ છે.
Surat: મેટ્રોએ ૧૦ મહિનામાં રસ્તો ખોલી દેવાની વાત કરી હતી, ૧૯ મહિના બાદ પણ રસ્તો ખૂલ્યો નહી: ૮૦-૯૦ વર્ષ જુની પેઢી બંધ થવાને આરે
Surat કોટ વિસ્તારમાં મેટ્રો રેલ, પ્રોજેક્ટ દરમિયાન ટાવર રોડ થી મેટ્રો અન્ડર ગ્રાઉન્ડ ની કામગીરી ચાલી રહી છે. જોકે, આ કામગીરી ધીમી હોવાથી આસપાસના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. આ કામગીરી માટે ૧૦ મહિના સુધી રસ્તો બંધ કરવા જાહેરનામુ બહાર પડાયુ હતું અને રસ્તો બંધ કરવા સામે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ ૧૦ મહિનાની જગ્યાએ ૧૦ મહિનાના બદલે ૧૯ મહિના થઈ ગયા હતા અને ૮૩ જેટલા વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
આજે મેટ્રોની કામગીરી થી અકળાયેલા વેપારીઓએ ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વેપારીઓએ જણાવ્યું હતું કે, ગુનો કોન્ટ્રાક્ટર કરે છે અને સજા વેપારીઓને થઈ રહી છે. રસ્તો બંધ છે અને વેપારીઓને વળતર પણ બંધ કરવામા આવ્યું છે જેના કારણે અમારા બાપ દાદાએ ૮૦ થી ૯૦ વર્ષ પહેલા જે પેઢી બનાવી હતી અને તેઓની શોખના કારણે ઘરાકી હતી તે હવે રસ્તો બંધ થવાના કારણે તુટી રહી છે. મોટાભાગના ગ્રાહકો રસ્તો બંધ થવાના કારણે આવતા નથી. વેપારીઓ કહે છે, વળતર મળતું નથી અને રસ્તો બંધ હોવાથી ગ્રાહક આવતા ન હોવાથી વેપારીઓ ને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. તેથી જ્યાં સુધી પૂરો રસ્તો ખોલવામા ન આવે ત્યાં સુધી વેપારીને વળતર આપવામાં આવે તેવી માંગણી કરી હતી.