રાજકોટ, reels કે શોર્ટસ બનાવવાની, સેલ્ફી લેવાની ઘેલછામાં જીવ ગુમાવવાના કિસ્સાઓ હવે સામાન્ય બનતા જાય છે. આમ છતાં તેમાંથી કોઈ બોધપાઠ લેવાતો નથી. રાજકોટના એક ડોક્ટરે પણ રિલ્સ બનાવવા જતાં જીવ વ ગુમાવવો પડયો છે. આ ઘટના લોપિકાના મોટાવડા ગામમાં બની છે.
રાજકોટના તબીબ reels બનાવવાના શોખીન હતા, શેવાળને કારણે ચેકડેમમાં પડી ગયાનું તારણ
મેટોડા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ઢેબર રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને ઢેબર રોડ પર હોસ્પિટલ ચલાવતાં ડો. જયેશભાઈ હંસરાજભાઈ ભુત (ઉ.વ.૭૦)નું લોપિકાના મોટાવડા ગામે ફાર્મ હાઉસ આવેલું છે. જયાંથી ગઈકાલે સાંજે વોકિંગમાં નીકળ્યા હતા. નજીકમાં આવેલા ચેકડેમે પહોંચ્યા બાદ તેમાં ખાબકતાં મૃત્યુ થયું હતું. ડો. ભુત કામ હાઉસેથી નીકળ્યાના ઘણાં સમય સુધી પરત નહીં આવતાં ત્યાનાં માણસે તેમના પુત્રને જાણ કર્યા બાદશોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ડો. ભુત મોટાવડા ગામે આવેલા ચેકડેમમાંથી મળી આવતાં રાજકોટ સિવીલમાં ખસેડાયા હતા. જયાં મૃત્યુ નિપજયું હતું. જાણ થતાં મેટોડા પોલીસ સ્થળ પર અને હોસ્પિટલે પહોંચી હતી.
તપાસ કરનાર જમાદાર અજયભાઈ સોલંકીએ જણાવ્યું ક પરિવારજનો પાસેથી એવી માહિતી મળી છે કે ડૉ. ભુતને reels બનાવવાનો ખૂબ જ શોખ હતો. આ સ્થિતિમાં તેઓ મોટાવડાના ચેકડેમ પાસે રિલ્સ બનાવવા જતાં કે સેલ્ફી લેવા જતાં ત્યાંની સેવાળના કારણે લપસી જતાં ડેમમાં ખાબકયાનું અનુમાન છે. ડો.ભુતને સંતાનમાં ભેં પુત્ર છે. બંને પુત્રો પણ ડોક્ટર છે. તેમના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આપહેલો એવો કિસ્સો નથી. અગાઉ પણ આ રીતે નદી, ડેમ વગેરે પાસે સેલ્ફી લેવા જતાં કરિલ્સ બનાવવા જતાં લોકોએ જીવ ગુમાવ્યાના કિસ્સા બની ચૂક્યા છે.