Gujaratના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં સીધી ભરતીથી સ્ટાફ નર્સની નિમણૂક કરવા ભરતી કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. એક સાથે ૧૯૦૩ સ્ટાફ નર્સની આ પ્રક્રિયા છથી આઠ મહિનામાં પૂરી કરવામાં આવશે. આ જગ્યાઓમાટે ૫મી ઓક્ટોબર બાદ ઓનલાઈન અરજી શરૂ કરાશે.
Gujarat: ૧૨ હજાર જગ્યા પૈકી ૭૭૦૦ જગ્યાઓ ભરાયેલી છે
ઓજસ પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારો અરજી આપી શકશે. નોંધનીય છે કે, રાજ્યમાં ૧૦ વર્ષ પહેલા સ્ટાફ નર્સ વર્ગ-૩ ની કુલ ૭૭૮૫ જગ્યાઓ મંજૂર કરાઇ હતી.જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં ૧૨૧૦૧ જગ્યાઓ મંજૂર છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૭૭૩૨ સ્ટાફ નર્સ વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે.