Ahmedabad, જૂનાગઢમાં દલિત આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરી ઢોર માર મારવાના ચકચારભર્યા કેસમાં ગોંડલના કુખ્યાત જયોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલને ગુજરાત હાઈકોર્ટ જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ નહી કરવાની આકરી શરતે જામીન આપ્યા છે. જસ્ટિસ એમ.આર.મેંગડેએ ગણેશ ગોંડલના શરતી જામીન મંજૂર કર્યા પરંતુ તેને જૂનાગઢમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

Ahmedabad: છ મહિના સુધી જૂનાગઢ જિલ્લાની હદમાં પ્રવેશ નહી કરવાની શરતે હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા

Ahmedabad: જૂનાગઢના દલિત આગેવાન સંજય સોલંકીને અપહરણ કરી એક ફાર્મ હાઉસ પર લઈ જવાયો હતો અને ત્યાં તેના કપડા કાઢી ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેની પાસે માફી મંગાવતો વીડિયો પણ વાયરલ કરાયો હતો. આ સમગ્ર પ્રકરણમાં કુખ્યાત ગણેશ ગોંડલ સહિત અન્ય પાંચ આરોપીઓ વિરુધ્ધ જૂનાગઢ એ ડિવીઝન પોલીસમથકમાં આઇપીસી, આર્મ્સ એકટની કલમ-૨૫(૧-બી)(એ) અને એટ્રોસીટી એકટની કલમ-૩(૨)(૫) મુજબની ફરિયાદ નોંધાઈ હતી. આ ચકચારભર્યા કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની જામીન : અરજી ફગાવી દેતાં ગણેશ ગોંડલે હાઇકોર્ટમાં જામીન અરજી કરી જણાવ્યું હતું કે, કેસની તપાસ પૂરી થઈ ગઇ છે અને ચાર્જશીટ પણ ફાઇલ થઈ ગયું છે ત્યારે હાઇકોર્ટે અરજદારના જામીન મંજૂર કરવા જોઇએ.

ગણેશ ગોંડલની જામીન અરજીનો સખત વિરોધ કરતો જવાબ ફરિયાદપક્ષ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, ગણેશ ગૉડલ એ બહુ માથાભારે શ શખ્સ છે અને તેના પિતાને માથાભાર શખ પણ મર્ડર કેસમાં ૩૦૨ના ગુનામાં જન્મટીપની સજા થયેલી છે. સુપ્રીમકોર્ટમાંથી મળેલી રાહતના કારણે તેના પિતા બહાર છે. ગણેશ ગોંડલના માણસો વિરૂધ્ધ પણ અગાઉ લોકોના અપહરણ, મારામારી, ખંડણી ઉઘરાવવા સહિતના વિવિધ ગુનાઓ અને ફરિયાદો નોંધાયેલા છે.

સમગ્ર પંથકમાં તેના નામનો ત્રાસ છે અને પંથકના લોકો તેના ત્રાસથી ત્રસ્ત છે. પ્રસ્તુત કેસમાં હજુ પોલીસની તપાસ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે, તેથી હાઇકોર્ટે કેસની તપાસ પહેલાં પૂરી થવા દેવી જોઇએ અને ત્યાં સુધી આરોપી ગણેશ ગોંડલને જામીન આપવા જોઈએ નહીં. પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે ગણેશ ગોંડલના શરતી જામીન મંજૂર કર્યા હતા પરંતુ તેને જૂનાગઢ જિલ્લામાં છ મહિના | સુધી પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.