યાત્રાધામ શક્તિપીઠ Pavagadh ખાતે નવરાત્રિના પ્રથમ નોરતે માઈ ભક્તોનું મહેરામણ ઉમટયું હતું. એક લાખ જેટલા માઈ ભક્તો માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્ય થયા
Pavagadh: સવારે ૪ વાગ્યે નિજ મંદિરનાં દ્વાર દર્શનાર્થે ખુલ્લા મૂકાતા જયમાતાજીના ઘોષથી મંદિર પરિસર ગૂંજી ઊઠયું
Pavagadh: માઈ ભકતોનો બુધવારની રાતથી મોટી સંખ્યામાં પાવાગઢ જોડતા તમામ મર્ગો પર શૈલાબ જોવા મળતો હતો. ચારે કોર પગપાળા યાત્રાળુઓના કારણે જય માતાજીના ભારે જયથોષ સંભળાયા હતા. મધ્યરાત્રીથી મંદિર પરિસર તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વારા ખુલે તેની કલાકો સુધી પ્રતીક્ષા કરી હતી.
નિજ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજીના દર્શનાર્થે ખુલ્લા મુક્તા ભક્તો દ્વારા જય માતાજીના જયયોપ કરતા મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. ભક્તોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે પાવાગઢ ટળેટીથી મંદિર પરિષદ સુધી ૭૦૦ ઉપરાં પોલીસ કર્મી તૈનાત કરી દેવાયા હતા. .તળેટીથી લઈ નીજ મંદિર સુધી ૭૦ થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. યાત્રિકોના ભારે ધસારાને લઈને પરિવાર સાથે આવેલા યાત્રિકો પૈકી કેટલાક પરિવારજનોથી વિખુટા પડી ગયા હતા. પોલીસે વિખુટા પડેલા લોકોને પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.
તળેટીથી માંચી સુધી એસટીની ૫૦ બસ દોડાવી
ખાનગી વાહનો ડુંગર પર લઈ જવાના પ્રતિબંધના પગલે તળેટથી માંચી સુધી એસટી દ્વારા ૫૦ બસ ચલાવવામાં આવી હતી. જેમાં ૨૮૮૨૩ યાત્રાળુઓએ યાત્રા કરી હતી. જેના દ્વારા એસટીને પાંચ લાખથી વધુની આવક થઈ હતી.